________________
૧૮૦ અવળું મેં કરી બેઠા પછી મહિલકુમારિએ કહ્યું. “હે રાજાઓ: આ પ્રતિમા તે સુવર્ણની છે. પણ તે પ્રતિદિન આહારને એક કાળિયો ખાય છે. તેથી તેની આવી ગંધ આવે છે. એક એક કવળના આહારની દુર્ગધ સહન નથી કરી શક્તા તો આ શરીર તે રૂધિર, માંસ, વિષ્ટા વગેરેથી ભરેલું છે તે તેની દુર્ગધ કેવી રીતે સહન કરશો? વિવેકી પુરૂષે તે આવા શરીર ઉપર મોહ કરતા નથી, વળી તમે આજથી ત્રીજે ભવે મારી સાથે દીક્ષા લઈ તપ કર્યો હતો તે કેમ સંભારતા નથી?” આવાં મહિલકુમારીનાં વચન સાંભળી તેઓને જાતિ સ્મણ જ્ઞાન થયું. અને પોતાનો પૂર્વભવ યાદ આવ્યું. તેઓ કહેવા લાગ્યા, “હે પ્રભુ ? તમે અમને દુર્ગતિમાં પડતા બચાવ્યા. હવે અમને માર્ગદર્શન આપે.” “સમય આવે ત્યારે દીક્ષા લેજો,” એમ કહી મહિલકુમારીએ તેમને વિદાય કર્યા. દીક્ષા અને કેવળજ્ઞાન - તુરત કાન્તિદેવોએ આવી પ્રભુને કહ્યું, “તી 4 * દેએ વસુ વૃષ્ટિ કરી અને પ્રભુએ વાષિક દાન દેવા માંડયું. વર્ષને અને પ્રભુ યંતિ શિબિકા ઉપર આરૂઢ થઈ સહસ્સામ્રવનમાં પધાર્યા અને એક હજાર પુરૂષ તથા ત્રણસો સ્ત્રીઓ સાથે, માગશર સુદ અગિયારસને દિવસે, અશ્વિની નક્ષત્રમાં અઠ્ઠમ તપ કરી દીક્ષા લીધી તેજ દિવસે પ્રભુને મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાં. દેવોએ સમવસરણની રચના કરી. વચ્ચે ત્રણસે ધનુષ્ય ઊંચું ચૈત્યવૃક્ષ રચ્યું. પ્રભુએ પૂર્વ દ્વારથી પ્રવેશ કર્યો. પછી ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી “તીર્થાય નમઃ' કહી સંડાસા ઉપર બેઠા કુંભારાજા, અને પ્રતિબોધ પામેલા છે રાજાઓ ઇંદ્રની પાછળ આવી બેઠા. દેવોએ અને રાજાઓએ સ્તુતિ કર્યા બાદ પ્રભુએ દેશના આરંભી