________________
૧૭૮
લીધે, તેના છ મિત્રોએ પણ દીક્ષા લીધી. તે સાતે મહાત્માઓની એવી પ્રતિજ્ઞા હતી કે આપણામાંથી જો કાઈ એક તપસ્યા કરે તા તે પ્રમાણે સર્વેએ કવી પરન્તુ તેમાં મહાબલ, સથી પેાતાને અધિક ફળ મળે એવી ઇચ્છાથી, આજ મારૂ મસ્તક દુ:ખે છે. આજે પેટમાં પીડા થાય છે, એવાં ખાટાં બહાનાં બતાવી, પારણાને દિવસે આહાર નહીં કરતાં, અધિક તપશ્ચર્યા કરવા લાગ્યા. આવા તેમના માયામિશ્ર તપ કરવા વડે સ્રીવેદ, અને અદ્ ભક્તિ વગેરે સ્થાનકાના આરાધન વડે મહાબલે તીર્થંકર નામક ઉપાજૅન કર્યું".
ચારાસી હજાર વર્ષ સુધી વ્રત પાળી, તે મહામુનિએ વૈજયંત નામે અનુતર વિમાનમાં દેવતા થયા. ત્રીજે ભવ શ્રી મલ્લિનાથ ભગવાન
-
ચ્યવન
આ જંબુદ્રીપને વિષે દક્ષિણ ભરતામાં મિથિલા નામે નગરી હતી. તેમાં કુંભ નામે રાજા રાજય કરતા હતા. તેને પ્રભાવતી નામે રાણી હતી, દેવલામાંથી ચ્યવી, મહાબલ રાજિષના જીવ, ફાગણ સુદ ચાથને દિવસે, અશ્વિની નક્ષત્રમાં પ્રભાવતીની કુક્ષિને વિષે પુત્રી પણે અવતર્યાં. સુખે સૂતેલાં પ્રભાવતી દેવીએ ચૌદ મહાસ્વપ્ના મુખમાં પ્રવેશ કરતાં જોયાં, અને શેષ રાત્રિ ધમ જાગરણમાં પસાર કરી. દેવાએ ચ્યવન કલ્યાણક ઉત્સવ ઉજન્મ્યા.
જન્મ
પૂર્ણ માસે પ્રભાવતી માતાએ, ફાગણ સુદ ચાયને દિવસે, ચંદ્રના ચાગ અશ્વિની નક્ષત્રમા હતા ત્યારે કુંભના લંછન સહિત નીલવણી પુત્રીને જન્મ આપ્યું. પ્રભુ જયારે માતાની કુક્ષિમાં હતા ત્યારે તેમની માતાને ફુલની માળાની શયામાં સુવાના દાદ થયા હતા. તેથી પિતાએ તેનુ મલ્લિકુમારી નામ પાડ્યું.