________________
૧૭૭
હતાશ થયું. સર્વ શસ્ત્રાગ્ન ખૂટતાં અલ્હાદે દત્ત ઉપર ચક્ર છોડયું. દત્તે તે ચક્ર પ્રતિ વાસુદેવ ઉપર છોડ્યું. પ્રતિવાસુદેવનું મસ્તક છેદાઈ ગયું. તેનું લશ્કર વાસુદેવના શરણે આવ્યું પછી વાસુદેવે ત્રણ ખંડ સાધ્યા કાટિશીલા ઉપાડી અને આ ભરત ક્ષેત્રના સાતમા વાસુદેવ થયા. અને પાપ કર્મ ઉપાજી પાંચમી નરકે ગયા.
દત્ત વાસુદેવના મૃત્યુ પછી, નંદન બલદેવને ચેન પડયું નહિ. તેમણે દીક્ષા લીધી અને તીવ્રતપ તપી, કેવળજ્ઞાન પામી, મોક્ષપદ પામ્યા.
શ્રી મલિનાથ ચરિત્ર
સુરાસુરનરાધીશ મયૂર નવ વારિદ્ર કર્મ ભૂલને હતી, મલ્લુ મલિમમિરતુમઃ દેવ, અસુર અને મનુષ્યના પતિ એવા ઇંદ્ર ચક્રવત્તી આદિ રૂપી મયૂરોને ઉલ્લાસ કરવામાં નવીન મેઘ સમાન અને કર્મરૂપી વૃક્ષને ઉખેડી નાખવામાં ઐરાવત હતી જેવા “શ્રી મલિ નાથ”ની અમે સ્તુતિ કરીએ છીએ.
પૂર્વભવ પહેલો ભવ- મહાબલ રાજા બીજે ભવ-દેવ
જબુદ્વીપના અપરવિદેહમાં સલિલાવતી વિજયને વિષે વીતશેકા નામે નગરી હતી. તેમાં બેલ નામે રાજા રાજ્ય કરતે હતે.. તે રાજાને ધારણું નામે રાણથી મહાબલ નામે પુત્ર છે. તે મહાબલને અચલ, ધરણ, પૂરણ, વસું, વૈશ્રવણ અને અભિચંદ્રએ છ રાજાઓ મિત્ર હતા. એક વખત તે મહાબલને દીક્ષા લેવાની ઈચ્છા થઈ. તે વાત પોતાના મિત્રોને કરતાં, અરસપરસ નેહને