________________
૧૭૬ મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. લલિત મિત્રે તીવ્ર તપશ્ચર્યા કરી, પણ નિયાણું કર્યું કે “આ તપના પ્રભાવથી હું ખલ મંત્રીને વધ કરનાર થાઉં.” અને, નિયાણાની આલોચના લીધા વગર મૃત્યુ પામી, લલિત મિત્ર સૌધર્મ દેવલોકમાં દેવ થયા. પ્રતિ વાસુદેવ વાસુદેવ અને બલભદ્રની ઉત્પત્તિ વાસુદેવ
અને પ્રતિ વાસુદેવ વચ્ચે યુદ્ધ લાંબો સમય ભવાટવીમાં ભ્રમણ કરી, ખેલ મંત્રીને જીવ તિલકપુર નામના નગરમાં વિદ્યાધરના ઈદ્ર મલ્હાદ નામે પ્રતિ વાસુદેવ થયા.
આ જંબુદ્વીપના ભરતાર્ધમાં વારાણસી નામે નગરીમાં અગ્નિસિંહ નામે રાજા રાજય કરતો હતો. તેને જયન્તી અને શેષવતી નામે બે રાણીઓ હતી. વસુંધર રાજાને જીવ દેવલોકમાંથી ચવી જ્યન્તીની કુક્ષિને વિષે પુત્ર પણે ઉત્પન્ન થયે. જયન્તી માતાએ બલભદ્રના જન્મને સૂચવતાં ચાર મહા સ્વપ્નો મુખમાં પ્રવેશ કરતાં જેયાં, અને રાત્રિ ધર્મ જાગરણમાં પસાર કરી. પૂર્ણ સમયે જયન્તી. રાણીએ પુત્રને જન્મ આપ્યો. પિતાએ તેનું નામ નંદન પાડયું.
લલિત મિત્રને જીવ દેવલોથી એવી શેષવતી રાણીની કુક્ષિને વિષે પુત્ર પણે અવતર્યો. શેષવતી માતાએ વાસુદેવના જન્મને સૂચવનારાં સાત મહા વો મુખમાં પ્રવેશ કરતાં જયાં અને શેષ રાત્રિ ધર્મ જાગરણમાં પસાર કરી. પૂર્ણ માસે શેષવતીએ પુત્ર રત્નને જન્મ આપ્યો. અગ્નિસિંહે તેનું નામ દત્ત પાડ્યું.
એક વખત અલ્હાદ પ્રતિ વાસુદેવે નંદન અને દત્તની પાસે ઐરાવણ જેવો હાથી છે એવું સાંભળી તેની માગણી કરી. તેમણે તેને આ. એટલે અલ્હાદે નંદ અને દત્ત ઉપર ચઢાઈ કરી. પરસ્પર યુદ્ધ થયું. વાસુદેવે શેખ ફૂં . એટલે મલ્હાદનું સૈન્ય