________________
૧૭, મહિલકુમારીના પૂર્વભવના મિત્રો
મલિકુમારીના પૂર્વભવના મિત્ર અચળને જીવ સાકેળપુર નગરમાં પ્રતિ બુદ્ધિનામે રાજા થયે.ધરણને જીવ ચંપાપુરીમાં ચંદ્રછાય નામે રાજા થે. પૂરણને જીવ શ્રાવતી નગરીમાં રૂકમી નામે રાજા થયો. વસુને જીવ વારાણસી નગરીમાં શંખ નામે રાજા થયા.
અમિચંદ્રને જીવ કપિલપુર નગરીમાં જિતશત્રુ નામે રાજા થશે. હવે તે છએ રાજાએ.એ પૂર્વભવના સ્નેહને લીધે મલ્લિકુમારીના રૂપથી મોહિત થઈ તેને પરણવા સારૂ કુંભરાજા પાસે પોત પોતાના દૂત કલ્યા.
અહીં, મલ્લિકુમારિએ પોતાના પૂર્વ ભવના છમિત્ર રાજાઓને અશોક વાડીમાં બોધ થવાનો છે એવું અવધિજ્ઞાનથી જાણી, તે વાડીની અંદર, મહેલના ઓરડાની મધ્યમાં મનોહર રત્નપીઠ ઉપર પિતાની સુવર્ણમય શુશોભિત પ્રતિમા કરાવીને સ્થાપન કરી તેના મરતક ઉપર સુવર્ણમય કમળનું ઢાંકણું ક્યું. તે ઢાંકણું વાટે દરરોજ તેમાં આહારનો એક એક કોળિયો નાખવા લાગ્યા. મલિકુમારીએ પોતાના ઉપર આસકતા થયેલા છ રાજાઓને આપેલ બોધ
હવે તે છએ રાજાઓના આવેલા દૂતોને કુંભરીજાએ તિરસ્કાર કરી કાઢી મૂક્યા. તેથી તે સર્વે પિતાનું લશ્કર લઈ, મિથિલાપુરી ઉપર ચઢી આવ્યા આથી કુંભ રાજા ચિતાતુર થયા. મલ્લિકુમારીએ પિતાને કહ્યું. “તમે ચિંતા કરશો નહીં તે રાજાઓને કહેવરાવો કે તમે દરેક જણ મલ્લિકુમારીને ઓરડે આવજો કુંભરીએ તે પ્રમાણે ગોઠવણ કરી એટલે રાજાઓ આવીને ત્યાં હાજર થયા. પછી તે બધા રાજાઓને કાઈ કેઈને જઈ ન શકે એવી રીતે બેસાડયા. પછી તુરતજ સુવર્ણ પ્રતિમાના મસ્તક ઉપરનું ઢાંકણું ઉગાડયું. એટલે તેમાં નાખેલું અનાજ કેહો જવાથી તેની દુર્ગધ બધા ઓરડામાં ફેલાઈ એટલે તે બધા નાસિકાએ વસ્ત્ર ઢાંકી