________________
૧૭૨
વતી નામની કન્યા પુંડરિક વાસુદેવને આપી. પણ આ વાત પ્રતિ વાસુદેવ બલિને ન ગમી તેથી તે કન્યાનું હરણ કરવા આવ્યો. આનંદ અને પુંડરિક અન્યાયી બલિનો સામને . બલિ અને પુંડરિક વચ્ચે મહાન યુદ્ધ થયું વાસુદેવે શંખ ફુકો. એટલે બલિનું સૈન્ય હતાશ થયું. આથી બલિ જાતે લડવા આવ્યું. બલિના સર્વશસ્ત્રો ખૂટી ગયાં એટલે તેણે પુંડરિક ઉપર ચક ફેક્યું પુંડરિકે તે જ ચક્ર હાથમાં લઈ બલિ ઉપર ફેક્યું. ચકે બલિનું મસ્તક છેદી નાખ્યું બલિનું સર્વ સિન્ય પુંડરિકને શરણે આવ્યું. વાસુદેવનું મૃત્યુ
પુંડરિકે ત્રણ ખંડ સાધ્યા કોટિશીલા ઉપાડી અને વાસુદેવ થયો. જ્યારે તે નગરમાં પાછો ફર્યો ત્યારે માંડલિક રાજાઓએ તેને અર્ધચકી પણાને અભિષેક કર્યો. પાંસઠ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વાસુદેવ છઠ્ઠી નરકે ગયે.
વાસુદેવના મૃત્યુ પછી આનંદ બલભદ્ર કેટલેક કાળ વ્યતીત કર્યો. પણ તેને કાંઈ પણ ચેન પડયું નહિ આથી તેણે સુમિત્ર મુનિ પાસે દીક્ષા લીધી. રૂડી રીતે ચારિત્ર પાળી, કેવળજ્ઞાન પામી, આનંદ બલદેવ મેક્ષપદ પામ્યા. અરનાથ પ્રભુના તીર્થમાં થયેલા આઠમા શ્રી સુભૂમ
ચવત્તી ચરિત્ર પૂર્વભવ આ ભરત ક્ષેત્રમાં વિશાલ નામે નગર હતું. ત્યાં ભૂપાલ નામે રાજા રાજ્ય કરતા હતા. એક વખતે ઘણું શત્રુઓએ સાથે મળી તેને હરાવ્યું. આથી વૈરાગ્ય પામી ભૂપાલે સંભૂતિ મુનિ પાસે દિક્ષા લીધી અને તીવ્ર તપશ્ચર્યા કરી. તપતપતાં છતાં શત્રુઓના હાથે મળેલા પરાજ્યનું દુઃખ નહિ વિસરાયું હોવાથી તેણે નિયાણું બાંધ્યું કે “હું આ તપના પ્રભાવથી મહા ભોગને ભોગવનાર