________________
૧૭૩ મહારાજવી થાઉં” આ પાપને આપ્યા વિના ભૂપાલ રાજર્ષિ મૃત્યુ પામી મહાશુક લેકમાં દેવ પણે ઉત્પન્ન થયા.
પરશુરામ ચરિત્ર વસંતપુરમાં અગ્નિક નામે એક દુઃખિયારો છોકરો હતો. તેના જન્મ પછી વંશના બધા માણશો નાશ પામ્યા. તે ફરતો ફરતે એક ઋષિના આશ્રમે આવી ચઢો. આશ્રમના કુલ પતિ ચળ ઋષિએ તેને પુત્ર તરીકે રાખે તેથી તેનું નામ લેકમાં જમદગ્નિ પડ્યું, આ જમદગ્નિ તીવ્ર તપશ્ચર્યા કરતો હતો તેથી તે અગ્નિના દુસહ તેજવાળ થ અને લેકમાં અતિ પ્રસિદ્ધિ પામ્યો.
જમદગ્નિ નેમિકેષ્ટિક નગરના જિતશત્રુ રાજાની કુંવરી રેણુંકાને પરણ્યા હતા. ઋતુકાળને પામેલી રેણું કાને જમદગ્નિએ કહ્યું. “હું અજોડ બ્રાહ્મણ પુત્ર પ્રાપ્તિ માટે ચરૂમંત્ર સાધુ છું” રેણુકાએ કહ્યું. “બ્રાહ્મણ ચરૂમંત્ર સાથે, મારી બહેન જે હરિતનાપુરના રાજા અનંતવીર્યની રાણું છે, તેને માટે ક્ષત્રિય ચરૂમંત્ર પણ સાધજો” મુનિએ “સારૂ કહી બને ચરૂ સાધ્યા અને રેણુકાને આપ્યા રેણુકાએ વિચાર કર્યો, “બ્રાહ્મણ ચરૂ કરતાં ક્ષત્રિય ચરૂ હું જ ખાઉ” એમ વિચારી તેણે પોતે ક્ષત્રિય ચરૂ ખાધ અને બ્રાહ્મણ ચરૂ તેની બહેનને આપ્યા પછી રેણુકાને રામ નામે પુત્ર છે.. અને તેની બહેનને કૃતવીર્ય નામે પુત્ર જન્મે. એક વખત અતિસાર રોગથી પીડાતા વિદ્યાધરને રામે ઔષધોપચારથી સાજે કર્યો તેથી તેણે રામને પરશુ વિદ્યા આપી. આ વિદ્યાની સાધનાથી રામ પરશુરામ કહેવાય.
એક વખત રેણુકા પોતાની બહેનને ત્યાં ગઈ. રાજા અનંતવિર્ય તેને જોઈ આસક્ત બન્યા અને અનંતવીર્યથી રેણુકાને એક પુત્ર થયો. સમય જતાં જમદગ્નિ પુત્ર સહિત રેણુકાને પિતાના