________________
૧૬૬ ત્રેવીસ હજાર અને સાડા સાત વર્ષ ચક્રવતીને વૈભવ ભેગ. દીક્ષા
પછી લોકાંતિક દેવતાઓની પ્રેરણાથી વરસીદાન આપી પ્રભુએ વૈશાખ વદ પાંચમે, કૃત્તિકા નક્ષત્રમાં ચંદ્રને વેગ હતો. ત્યારે, સહસ્સામ્રવનમાં, એક હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. છઠનું પારણું પ્રભુએ ચક્રપુર નગરમાં વ્યાઘસિંહ રાજાને ઘેર પરમાત્રથી કર્યું. કેવળજ્ઞાન
ચકપુર નગરમાંથી વિહાર કરી, ફરતા ફરતા સોળ વર્ષે પ્રભુ પાછા સહસ્ત્રાપ્રવનમાં આવ્યા અને છઠ તપ કરી, તિલક વૃક્ષ નીચે કાઉસ્સગ ધ્યાને રહ્યા. શુકલ યાન વડે ઘાતી કર્મોનો ક્ષય થતાં ચૈત્ર સુદ ત્રીજને દિવસે, ચંદ્ર કૃત્તિકા નક્ષત્રમાં આવતાં, પ્રભુને કેવળજ્ઞાન થયું. દેવોએ આવી સમવસરણ રચ્યું. પ્રભુએ પૂર્વદ્વારથી શી, સિંહાસન પર બેસી દેશના દીધી. દેશના બાદ કેઈએ શ્રાવકપણું તો કેઈએ સાધુપણું અંગીકાર કર્યું ગણધરોએ પ્રભુ પાસેથી ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી. પ્રથમ પિરિસી પૂર્ણ થતા સ્વયંભૂ ગણધરે દેશના આપી. દેશના પૂર્ણ થતાં, દેવો અને લોકે પ્રભુને વાંદી સ્વસ્થાને ગયા. નિર્વાણ
કેવળજ્ઞાન થયા પછી કુંથુનાથ પ્રભુએ તેવીસ હજાર સાતસે ને ચેત્રીસ વર્ષ સુધી પૃથ્વી તલ પર વિહાર કર્યો. પછી પિતાને નિર્વાણ કાળ નજીક આવ્યો જાણી સમેત શિખર પધાર્યા અને એક હજાર મુનિઓ સાથે અણસણ વ્રતને સ્વીકાર કર્યો. એક માસને અન્ને વૈશાખ વદ એકમના દિવસે કૃત્તિકા નક્ષત્રમાં ચંદ્રને યુગ હતો ત્યારે, હજાર મુનિઓ સાથે મુક્તિ પદ પામ્યા. દેવોએ