________________
૯૮
પ્રભુએ ચાવીસ પૂર્વાંઇંગ હિત સાડા છ લાખ પૂર્વ સુધી રાજ્યપાલન કર્યું, પછી લેાકાંતિક દેવતાઓની વિનંતિથી વાર્ષિક દાન દીક્ષા
આપી, પાષ વદ તેરસને દિવસે, અનુરાધા નક્ષત્રમાં ચંદ્રના યોગ હતા ત્યારે સહસ્રામ્રવનમાં આવી, એક હજાર રાજાઓ સાથે છ તપ કરી ઢીક્ષા લીધી. દવાએ ઢીક્ષા કલ્યાણકના મહેાત્સવ કર્યાં અને પ્રભુને ઢીક્ષા લેતાં જ મન:પર્યંત્ર જ્ઞાન ઉત્પન્ન થયું.
αγ
કેવળજ્ઞાન
બીજે દિવસે પદમપુર નગરમાં. સામદત્ત રામને ઘેર, પ્રભુએ ક્ષીર અન્નથી, પારણું કર્યું. ત્યાં પંચદિવ્ય પ્રગટ થયાં. ત્યાર બાદ પ્રભુ અ-યત્ર વિહાર કરી ગયા. પરિસહ અને ઉપસર્ગ સહન કરતા, નગર અને અરણ્યમાં વિહાર કરતા શત્રુ અને મિત્ર પર સમદષ્ટિ રાખતા, પ્રભુ ત્રણ માસ પછી સહસ્રા મ્રવનમાં ફરીથી પધાર્યા. ત્યાં પુન્નાગ વૃક્ષની નીચે કાઉસ્સગ ધ્યાને રહ્યા. ફાગણ વદ સાતમે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રના યોગ હતા ત્યારે, પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ સમયે પ્રભુએ છક કર્યાં હતા. આચાર પ્રમાણે ઇંદ્રાદિ દેવાએ સમેાવસરણની રચના કરી. પ્રભુએ સિંહાસન ઉપર બેસી, અમૃત સમાન ધ દેશના આપી.
ચાવીશ પૂર્વાંગ અને ત્રણ ન્યુન એક લાખ પૂર્વ વિહાર કરી પ્રભુ સમેતશિખર પધાર્યાં. ત્યાં એક હજાર મુનિએ સાથે અનશન ક્યુ. એક માસ અનશન કર્યાં પછી, ભાદરવા વદ સાતમના દિવસે, શ્રવણ નક્ષત્રમાં ચંદ્રના ચાગ હતા ત્યારે, પ્રભુ મુક્તિપ પામ્યા. ઇન્દ્ર અને દેવાએ યથાવિધિ નિર્વાણ કલ્યાણક ઉજવ્યું.