________________
૧૩૭
નથી. તારા પિતાની પહેલાં કસુંબાના વજ્ર ઓઢીને હું તેા ચાલી જઇશ. મારી આશિષથી સુદર્શન બધુની સાથે તું આનંદ પામીશ. હું હવે અગ્નિ માગે પતિની આગળ જઈશ. માટે હું તને એક છેલ્લી પ્રાર્થીના કર" છુ કે આ વિધિમાં નિષેધ કરે એવુ તારે કાંઇપણ હવે કહેવુ નહી.” આમ કહી અમકા માતાએ અગ્નિસ્નાન કરી જીવનના અન્ય આણ્યા. થાડા સમય પછી શિવર!જા પણ મૃત્યુ પામ્યા. વાસુદેવ વિલાપ કરવા લાગ્યા. સ્નેહીએએ બેધ આપી પુરૂષસંહને આશ્વાસન આપ્યું. પિતાના મૃત્યુના સમાચાર મળતાં, બલદેવ પણ સીમાડાના રાજાને વશ કરી વાસુદેવને મળ્યા. પુરૂષસિંહના વાસુદેવપણાના અભિષેક
બન્ને કુમારા પિતાના શાકથી આકુળ વ્યાકુળ રહેતા હતા, તેવામાં નિશુંભ પ્રતિવાસુદેવના દૂત આવ્યા. દૂતે નમસ્કાર કરી કહ્યું, “શિવ રાજાના સ્વર્ગ વાસથી તમારા સ્વામી નિશુંભને ઘણા શાક થયા છે. તમે હજી નાના છે! તેથી રાજ્ય ન સાચવી શકાય. માટે તમે હમણાં મારી પાસે રહેા.” પુરૂષસંહને દૂતનું વચન આકર્ લાગ્યું. નિશુ ંભને તે પેાતાના રવામી તરીકે સ્વીકારવા તૈયાર ન હતા. તેણે દૂતનું અપમાન કરી તેને કાઢી મૂકો. દૂતે આ વાત નિશુંભને કહી એટલે તે અશ્વપૂર પર ચઢી આવ્યા. વાસુદેવ વડીલ બંધુ અને સન્ય સાથે, તેની સામે ગયા. પરપર યુદ્ધ થયું. વાસુદેવે શખ ફૂંકયા એટલે નિશુંભનું સૈન્ય હતાશ થયું. નિશુ ંભ પાતે પુરૂષસિંહ સામે આવ્યે. શસ્ત્રાસ્ત્ર ખૂટતાં નિશુંભે પુસિંહ ઉપર ચક્ર મૂકયું. પુરૂષસ હૈ ચક્ર હાથમાં લઇ નિશુંભ ઉપર છેડયું. ચક્ર તુરત નિશુંભનું મસ્તક છેઢી નાખ્યું, નિશુંભના સૈન્ય અને રાજાએએ શરણાગતિ સ્વીકારી. ત્યાર બાદ પુરૂષસિદ્ધે ત્રણ ખંડ સાધ્યા. કૈાટિ શિલા ઉપાડી. નગરમાં પાછા ફરતાં તેને બલભદ્ર અને બીજા રાજામાએ વાસુદેવપણાના અભિષેક કર્યો.
G