________________
૧૩૬ સાત મહાસ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂર્ણમાસે રાણીએ નીલવણ પૂર્ણ લક્ષણવાળા પુત્રને જન્મ આપ્યો. આ કુમાર અતિશય પરાક્રમથી પુરૂષોમાં સિંહરૂપ થશે એવું ધારીને રાજાએ તેનું પુરૂષસિંહનામ પાડયું. ઘાત્રી જનોએ લાલન પાલન કરેલા, તાડ અને ગરૂડના ચિહ્નવાળા એ બન્ને કુમારે અનુક્રમે પરપર કીડા કરતા અને નીલા તથા પીળા વસ્ત્ર ધારણ કરતા વૃદ્ધિ પામવા લાગ્યા. ઉપાધ્યાય પાસેથી તેમણે સર્વ કળાઓ સાવધાન પણે શીખી લીધી. બને કુમારને એક બીજા પર અત્યંત સ્નેહ હતો. વાસુદેવના માતાપિતાનું મૃત્યુ.
એક વખત શિવ રાજાએ સીમાડાના રાજાને વશ કરવા સુદર્શન બળદેવને મોકલ્યા. સ્નેહને લીધે પુરૂષસિંહ પણ તેની પાછળ ગયે, પણ બલભદ્ર વાસુદેવને સાથે આવતા રોક્યા એટલે તે રસ્તામાં જરહ્યા. વિવિધ વિનાદથી ભ્રાતાના વિયેગનું દુઃખ સહન કરી વાસુ દેવ ત્યાં રહ્યા હતા. તેવામાં પિતા તરફથી સંદેશે આવ્યો કે “મને દાહ જવર ઉત્પન્ન થયે છે. માટે તું જલદી આવ.' પુરૂષસિંહ તુરત જ પોતાના નગરમાં પાછો ફર્યો. પુત્રના દર્શનથી શિવ રાજા આશ્વાસન પામ્યા પણ વ્યાધિ અસાધ્ય હતો એટલે રાજા પથારીમાંથી ઊઠી શકે એવી આશા ઓછી હતી. પુરૂષસિંહ પોતાની ચિંતામાં હતા તેવામા સેવકે સમાચાર આપ્યા કે રાજમાતા અગ્નિરનાન કરી જીવનને અન્ત આણે છે તુર્ત વાસુદેવ માતા પાસે દેડી ગયા અને ગદ્ ગદ્દ સ્વરે કહ્યું, “અરે! માતા! તમે પણ આ મંદ ભાગ્યવાળા પુત્રને છોડી દેશે. મારું ભાગ્ય કેવું વિપરીત કે માતાએ પણ આમ કરવા માંડયું.” અમકા માતા બોલ્યા, “તારા પિતાના રંગની મેં બરાબર પરીક્ષા કરી લીધી છે. તે રોગ અવશ્ય 'તારા પિતાના પ્રાણું લેવા આવ્યો છે. વિધવા કહેવડાવવા હું તયાર