________________
૧૪૪ તેમને જોયા. અને તેમની સાથે પિતાની સંમતિથી પરણી. એક વખત રતિગૃહમાં આર્ય પુત્ર સુતા હતા તે સમયે અસિત યક્ષે તેમને ઉપાડી કેઈ ભયંકર અરણ્યમાં મૂક્યા. જાગૃત થતાં તેમણે એક મહા પ્રાસાદ છે. તે પ્રાસાદમાં રહેલ ચંદ્ર યશાની સુનંદા કુમારીને પરણ્યા. સ્ત્રી રત્ન સુનંદા સાથે આર્ય પુત્ર હર્ષથી વાત કરે છે તેટલામાં જ વેગ વિદ્યાધર તેમના ઉપર ચઢી આવ્યું. પણ આર્ય પુત્રે તેને મારી નાખ્યા. વજા વેગને પિતા અશનિવેગ પુત્રના વરને બદલે લેવા આર્ય પુત્ર ઉપર ચઢી આવ્યો પણ ચંદ્રગ અને ભાનુવેગે આય પુત્રને સહાય કરી. ભયંકર યુદ્ધ થયું. છેવટે આર્ય પુત્રે અશનિવેગના મસ્તકને છેદી નાખ્યું. ચંદ્રવેગ વગેરે વિદ્યારે આર્ય પુત્રને વૈતાઢયગિરિ ઉપર લઈ ગયા. અને વિદ્યાધરોના મહારાજા બનાવ્યા. મારા પિતા ચંદ્રગે મારી સાથે તમારા મિત્રને બીજી વિદ્યાધર પુત્રીઓ પરણાવી. આજે અમે કીડા કરવા આર્ય પુત્ર સાથે અહિં આવ્યાં છીએ.” ચક્રિપણાને અભિષેક
બકુલમતીએ સનકુમારને વૃત્તાન્ત જણાવ્યા પછી, કુમાર મહેન્દ્રસિંહને વૈતાઢયગિરિ ઉપર લઈ ગયે. મહેન્દ્રસિંહ મિત્રની ઋદ્ધિ સિદ્ધિ જોઈ આનન્દ પામ્યો. પણ તેને તે સનકુમારને અશ્વસેન રાજા પાસે લઈ જ હતું એટલે તેણે મિત્રને કહ્યું, “તમારા વિના તમારા માતા પિતા ઝૂરે છે.” તત્કાળ સનકુમાર વિદ્યાધરો સાથે હસ્તિનાપુર ગયા અને પત્ની અને પરિવાર સહિત માતા પિતાને પગે લાગ્યા. પુત્રની દ્ધિ સિદ્ધિ જોઈ રાજા રાણી આનંદ પામ્યા. સનકુમારને રાજ્યનો ભાર સોંપી, અશ્વસેન રાજાએ દીક્ષા લીધી અને સ્વશ્રેય સાધ્યું.
સનકુમારને અનુક્રમે ચૌદ મહા રત્ન પ્રાપ્ત થયાં. તેણે ચક રત્નને અનુસારી ભરત ક્ષેત્રના છ ખંડ સાધ્યા અને નૈસર્પ વગેરે