________________
૧૪૨
આ તરફ નાગદત્ત સાર્થવાહ પ્રિયાના વિરહથી દુઃખી થઈ મૃત્યુ પામી કેટલાક ભવ કરી સિંહપુર નગરમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણ . કેટલાક કાળ પછી તે ત્રિદંડી બને અને તે નગરને હરિવહન રાજા તેને ભક્ત બન્યું. એક દિવસ હરિવાહને અગ્નિશમને ભેજન માટે નિમંત્રણ આપ્યું. અગ્નિશર્માએ દૈવગે રાજદ્વારમાં આવી ચડેલા પેલા જિનધર્મ નામના વણિકુમારને જોયે. તેને જોતાં જ પૂર્વજન્મના વિરથી અગ્નિશર્મા ઋષિના નેત્રો રોષથી રાતા થઈ ગયાં. અંજલિજોડી પાસે ઊભેલા હરિવહન રાજાને તેણે કહ્યું, “આ શ્રેષ્ઠિના પૃષ્ઠભાગ ઉપર અતિઉષ્ણ દૂધપાકનું પાત્રમૂછી જે ભેજન કરાવશે તે ભજન કરીશ, નહિ તો અકૃતાર્થ પણ આવે તેમ ચાલ્યા જઈશ.” રાજાએ તે કબુલ કર્યું. જિનધર્મને સુવરો અને તેના પૃષ્ઠ ભાગ ઉપર ઉષ્ણુ દૂધપાક મૂકી ત્રિદંડીને જમાડશે. જિનેધમે પૂર્વભવ સંચિત કર્મફળ જાણું સહન કર્યું. પણ પછી તેણે દીક્ષા લીધી. નવકાર મંત્રના ધ્યાનમાં તત્પર રહી સમ્યક પ્રકારે ઉપસર્ગો સહન કરી, મૃત્યુ પામી જિનધર્મશેઠ સૌધર્મ કપમાં ઈન્દ્ર જે. ત્રિદંડી મૃત્યુ પામી ઈન્દ્રને ઐરાવત -હાથી થયે ત્યાંથી મૃત્યુ પામી, વચ્ચે ભવ કરી અસિત નામે યક્ષરાજ થ.
સનકુમાર ચક્રવતી સનકુમારને જન્મ–અશ્વ સહિત અદશ્ય થવું.
આ જંબુદ્વિીપમાં કુરૂ મંગલ દેશને વિષે હસ્તિનાપુર નામે નગર હતું. તેમાં અશ્વસેન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સહદેવી નામે મહારાણી હતી. દેવેલેકનાં સુખ ભોગવી જિનધર્મ શેઠનો જીવ સહદેવીની કુક્ષિને વિષે પુત્ર પણે અવતર્યો સુખે સુતેલાં સહદેવીએ ચૌદ સુહા ને મુખમાં પ્રવેશ કરતાં જોયા. અનુક્રમે પ્રસવ સમય આવતાં રાણુએ અદ્વિતીય રૂપ વૈભવવાળા, સુવર્ણના જેવી