________________
૧૪૦
બીજા પણ અનેક પ્રમાદનાં સાધને તેમને સુલભ હતાં. તથાપિ તે પોતાની પિતૃ પરંપરાથી આવેલા શ્રાવક ધર્મમાં કદિ પણ પ્રમાદી થતા નહીં. તેમણે વિવિધ પ્રકારનાં જિનબિંબ સહિત કરાવ્યાં. તે દરરોજ ચૈત્ય પૂજા કરતા. સાધર્મિક વાત્સલ્ય કરી હંમેશાં નવા નવા વ્રત નિયમો ધારણ કરતા. પાછલી વયે મધવા ચક્રવતીએ દીક્ષા ગ્રહણ કરી રૂડી રીતે પાળી. અને પંચ પરમેષ્ઠીનું મરણ કરતાં કરતાં પંચત્વ પામી, મધવા ચક્રવતી દેવલોકમાં દેવતા થયા.
ચોથા શ્રી સનકુમાર ચક્રવતી ચરિત્ર
પૂર્વભવ વિકમયશા રાજા-સનકુમાર દેવલોકમાં દેવ.
જંબુદ્દીપના ભરતક્ષેત્રમાં કાંચનપુરી નામે નગરી હતી. ત્યાં વિક્રમયશા નામે રાજા હતા અને નાગદત્ત નામે એક ઘણી સમૃદ્ધિ વાળ સાર્થવાહ હતો. નાગદત્તને વિષ્ણુશ્રી નામે સ્ત્રી હતી. એકદા એ સુંદર સ્ત્રી કાકતાલીય ન્યાયથી વિક્રમયશા રાજાની દૃષ્ટિએ પડી. તેને જોતાં જ કામદેવે રાજાનું વિવેકરૂપી ધન હરી લીધું. વિષ્ણુ શ્રીનું હરણ કરી વિક્રમયશાએ તેને અંતઃપુરમાં દાખલ કરી અને પોતાની કીતિને કલંક લગાડ્યું, વિષ્ણુને પતિ નાગદત્ત સાર્થવાહ ગાંડો થઈ ગયો. અને “વિષ્ણુથી ! વિષ્ણુથી!' એમ બૂમ પાડતે જયાં ત્યાં રખડવા લાગ્યો. વિષ્ણુશ્રીને સંગ પામેલા રાજાને કેટલોક કાળ સુખમાં નિર્ગમન થયું. પણ તેને હંમેશાં વિષ્ણુશ્રી સાથે જ રમત જોઈ, તેના અંતઃપુરની બીજી રાણુંઓએ ઇર્ષાથી કામણ કર્યું. રાજાએ ઘણું જતન ર્યા છતાં તે ન બચી અને