________________
૧૨૨
ત્રીજા ખલદેવ
આ અરસામાં ભરત ક્ષેત્રમાં દ્વારકા નગરીમાં સમુદ્ર જેવા ગંભીર રૂદ્ર નામે એક રાજા થયા. તેને સુપ્રભા અને પૃથ્વી નામે બેરાણીએ હતી. તેમાંની સુપ્રભા દેવીની કુક્ષિમાં નંદન સુત્રિના જીવ, અનુત્તર વિમાનમાંથી ચ્યવીને, પુત્ર પણે અવતર્યાં. સુખે સુતેલા સુપ્રભાદેવીએ બલભદ્રના જન્મને સૂચવનારાં ચાર મહાસ્વપ્ન રાત્રીના શેષ ભાગમાં, અવલેાકયાં. અનુક્રમે નવ માસ અને સાડા સાત દિવસ પછી સુપ્રભા દેવીએ કાન્તિથી ચંદ્ર જેવા એક પુત્રને જન્મ આપ્યા.રૂદ્ર રાજાએ તેનું નામ ભદ્ર પાડ્યું.
ત્રીજા બળદેવ–ત્રીજા વાસુદેવ
ધનમિત્રના જીવ પણ અચ્યુત કપમાંથી ચ્યવીને પૃથ્વી દેવીની કુક્ષિમાં પુત્ર પણે અવતર્યાં. સુખે સૂતેલાં પૃથ્વી દેવીએ રાત્રીના શેષ ભાગે, વાસુદેવના જન્મને સૂચવનારા સાત મહા સ્વપ્નાને મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂર્ણ માસે પૃથ્વીદેવીએ શ્યામ અંગવાળા અતિ પ્રકાશમાન પુત્રને જન્મ આપ્યો. રૂદ્ર રાજાએ પુત્ર જન્મના મહેાત્સત્ર કરી તેનુ નામ સ્વયંભૂ પાડયું. પાંચ ધાત્રીઓએ પાલન કરાતા એ પુત્ર નિત્ય વધવા લાગ્યું. શ્વેત અને શ્યામ વર્ણવાળા ભદ્ર અને સ્વયંભૂ, એ બન્ને કુમાર, શ્વેત તથા શ્યામ ગંગા યમુનાના પ્રવાહની જેમ હમેશાં પ્રીતિથી સાથે રહેવા લાગ્યા.
પ્રતિવાસુદેવને પરાજય
એક વખતે આ બન્ને રાજકુમારા ઉદ્યાનમાં ક્રીડા કરતા હતા ત્યારે તેમણે મારુ લશ્કર જોયું. આ લશ્કર શિશ સૌમ્ય રાજાએ પ્રતિવાસુદેવ મેરાકને ઢંડરૂપે મેલ્યુ હતુ. સય’ભૂ વાસુદેવને આ દંડ સાક્ષ્યા, તેથી મેરાકને શિખામણ આપવા તેના સૈન્યને લુટી લીધું. આ ખબર મેરાકને પડી એટલે તે સૈન્ય સહિત દ્વારિકા ઉપર