________________
૧૩૦ હેવાથી અવધે છે, તેથી આવાં કડવાં વચન બોલે છે. પણ આ વચન બોલાવનાર તારે સ્વામી શું ઉન્મત્ત છે? મત્ત છે? પ્રમત્ત છે? કે પિશાચે ગૃહેલે છે? જેમ બાળકે ક્રીડામાં વેચ્છાએ રાજા થઈએ રમે છે, તેવી જ રીતે તારે મૂઢ સ્વામી સર્વને સ્વામી થવા પ્રવર્તે છે. પણ એ દુર્મદ રાજાને અમે સ્વામી તરીકે ક્યારે પણ સ્વીકારેલ નથી. દંડની ઈચ્છાવાળા તારા સ્વામીને યુદ્ધ કરવા અહિ મોકલ, જેથી તેના પ્રાણની સાથે તેની રાય લક્ષ્મીને હું બળાત્કારે લઈ લઈશ.” ચોથા પ્રતિવાસુદેવને પરાભવ
દૂત વિલખ થઈ પાછો ફર્યો અને મધુ રાજાને સર્વ વાત કહી. મધુએ સન્ય લઈ દ્વારિકા તરફ પ્રયાણ કર્યું. પુરૂષોત્તમ વાસુદેવ, સૈન્ય અને સોમ રાજા તથા સુપ્રભ બલદેવ સાથે સામે આવ્યો. બન્ને વચ્ચે યુદ્ધ થયું. વાસુદેવે શંખ ફૂંક તેથી મધુના સૈનિકે ત્રાસ પામ્યા. સન્યને વિહવળ દેખી, મધુ ધનુષ્ય લઈ સામે આવ્યો. વાસુદેવ અને પ્રતિવાસુદેવ વચ્ચે રસાકસીભર્યું યુદ્ધ થયું. સર્વ શસ્ત્રો ખૂટતાં મધુએ પુરૂષોત્તમ વાસુદેવ પર ચક છોડયું. વાસુદેવે ચક હાથમાં લઈ પ્રતિવાસુદેવ મધુ ઉપર છોડયું. ચકે મધુનું મસ્તક છેદી નાખ્યું. મધુના ભાઈ કૈટભને વાસુદેવના સેનાપતિએ મારી નાખે. મધુના સૈન્ય અને રાજાઓએ વાસુદેવનું શરણ સ્વીકાર્યું. વાસુદેવે ત્રણ તીર્થો સાધ્યાં,કેટિશિલા ઉપાડી અને દ્વારિકા આવ્યા. સેમરાજા, બલદેવ અને બીજા રાજાઓએ પુરૂષોત્તમને વાસુદેવપણાને અભિષેક કર્યો.
પુરૂષોત્તમ વાસુદેવ લાંબુ આયુષ્ય ભેળવી છઠ્ઠી નકે ગયે. વાસુદેવના મૃત્યુ પછી સુપ્રભ બલવ વૈરાગ્ય પામ્યા અને મૃગાંકુશ મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી, કેવળજ્ઞાન પામી, લાંબુ આયુષ્ય ભગવી, માક્ષ પદ પામ્યા.