________________
૧૨૯ ચોથા બળદેવ અને સીતા નામે બે રાણીઓ હતી. મહાબલ રાજાને જીવ, સહસ્ત્રાર દેવ લેકમાંથી ચ્યવી, સુદર્શના દેવીની કક્ષિને વિષે પુત્ર પણે અવતર્યો. સુદર્શના દેવીએ બલભદ્રના જન્મને સૂચવનારાં, ચાર મહાસ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જેમાં અને શેષ રાત્રિ ધર્મ જાગરણમાં પસાર કરી. નવ માસ અને સાડા સાત દિવસે સુદર્શનાએ, ચંદ્ર સમાન કાન્તિવાળા પુત્રને જન્મ આપ્યો. સોમ રાજાએ તેનું નામ સુપ્રભુ પાડયું. ચેથા વાસુદેવ
આ અરસામાં સમુદ્ર દત્તનો જીવ સહસ્ત્રાર દેવલમાંથી વી સીતા રાણીની કુક્ષિને વિષે પુત્ર પણે અવતર્યો. સીતા દેવીએ, વાસુદેવના જન્મને સૂચવનારા સાત મહારવપ્ના મુખમાં પ્રવેશ કરતા જેમાં અને શેષ રાત્રિ ધર્મજાગરણમાં પસાર કરી. પૂર્ણ સમયે સીતા સણુએ નીલમણિના જેવી કાન્તિવાળા પુત્ર રત્નને જન્મ આપે. સેમ રાજાએ શુભ દિવસે એનું નામ પુરૂષોત્તમ પાડયું.
અનુક્રમે સુપ્રભ અને પુરૂષોત્તમ યૌવન વય પામ્યા. બન્નેને સારી તાલીમ આપવામાં આપી હતી. બન્ને એક બીજાની સાથે હળી મળીને રહેતા હતા. એક વખતે નારદ મધુ રાજાની સભામાં જઈ ચડ્યા અને સોમ રાજાના પુત્રો સુપ્રભ અને પુરૂષોત્તમના બહુ વખાણ કર્યા. નારદના આ વખાણથી મધુ રાજાને ક્રોધ ચડે અને સોમ રાજાના દરબારમાં દૂત કલ્યા. દૂત સોમ રાજાને કહ્યું, “તમે પહેલાં અમારા રાજા તરફ ખૂબ ભક્તિ રાખતા હતાં પણ હમણાં પુત્રનાં પરાક્રમથી બદલાઈ ગયા છે. મારા રાજાએ દંડ તરીકે તમારી પાસે જે કિંમતી વસ્તુઓ હેાય તે મંગાવી છે. આવા દૂતનાં વચન સાંભળી પુરૂષોત્તમ કુમારે રોષથી કહ્યું, “હે દૂત ! તું દૂત