________________
૧૨૭
ચૌદપૂર્વધારી ૦૦૦૦૦
નવસ અવધિજ્ઞાની ૦૪,૩૦૦
ચાર હજાર ત્રણ મન:પર્યવજ્ઞાની ૦૪,૫૦૦
ચાર હજાર પાંચસો કેવળજ્ઞાની ૦૫,૦૦૦
પાંચ હજાર વૈક્રિયલબ્ધિવાળા ૦૮,૦૦૦
આઠ હજાર વાદલબ્ધિવાળા ૦૩, ૨૦૦
ત્રણ હજાર બસે શ્રાવકે ૨,૦૬ ૦૦૦
બે લાખ છ હજાર શ્રાવિકા ૪,૧૪૦૦૦
ચાર લાખ અને ચૌદ હજાર અનંતનાથ સ્વામીના શાસનમાં પાતાળ નામે યક્ષ શાસન દેવ અને અંકુશા નામે શાસન દેવી થઈ.
અનંતનાથ સ્વામીના શાસનમાં થયેલ ચેથા વાસુદેવ પુરૂષોત્તમ, ચેથા બલદેવ સુપ્રભ અને ચેથા પ્રતિવાસુદેવ મધુરનાં ચરિત્રો ચેથા બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવના પૂર્વભવ બળદેવને પૂર્વભવ
આ જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં ન દપુરી નામે એક નગરી હતી. તેમાં શત્રઓની સ્ત્રીઓને શોક આપનાર અને અશોક વૃક્ષની જેમ, પોતાના કુળરૂપી ઉદ્યાનમાં આભૂષણ રૂ૫, મહાબલ નામે રાજા હતે. મોટા મનવાળો મહાબલ રાજા અનુક્રમે સંસાર વાસથી વિરક્ત થશે. તેથી તેણે ઝષભ મુનિના ચરણકમળમાં જઈ, પંચમુષ્ટિ વડે કેશને લોન્ચ કર્યો અને ચારિત્ર અંગીકાર કર્યું. ચારિત્ર રૂડી રીતે પાળી, પંચત્વ પામી તે રાજર્ષિ સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયા. વાસુદેવ અને પ્રતિવાસુદેવને પૂર્વભવ
આ અરસામાં જંબુદ્દીપના ભરત ક્ષેત્રમાંકેશાંબી નામે નગરી હતી. તેમાં સમુદ્ર દત્ત નામે રાજા રાજ્ય કરતો હતો. એક વખત