________________
૧૨૫
જન્મ આપ્યા. દિકુમારિકા, ઇન્દ્રો અને દેવાએ જન્મ મહે।ત્સવ કર્યાં. સિદ્ધસેન રાજાએ પણ જન્માત્સવ ઉજજ્ગ્યા. પ્રભુ માતાની કુક્ષિમાં હતા ત્યારે પિતાએ શત્રુના અતત બળને જીત્યું" હતુ. તેથી તેમનું નામ અન*તનાથ પાડયું.
દીક્ષા
પ્રભુ ચૌત્રન પામ્યા ત્યારે પિતાએ રાજકન્યાએ પરણાવી અને જયારે પ્રભુ સાડા સાત લાખ વર્ષની ઉમરના થયા ત્યારે તેમને પિતાએ રાજય સોંપ્યું. પંદર લાખ વર્ષોંની ઉંમર સુધી પ્રભુએ રૂડી રીતે રાજયનું પાલન કર્યું. લોકાન્તિક દેવીના સુચનથી ભગવાને વાર્ષિ’ક દાન દ્વીધું. પછી સાગર દત્ત શિબિકા ઉપર આરૂઢ થઈ, પ્રભુ સહસ્રામ્ર વનમાં પધાર્યાં. વૈશાખ વદ ચૌદશના દિવસે, રેવતી નક્ષત્રમાં છઠને તપ કરી, હજાર રાજાઓની સાથે પ્રભુએ દીક્ષા અંગીકાર કરી. તુરતજ પ્રભુને મનઃપર્યવ જ્ઞાન થયું.
છઠનુ” પારણું, પ્રભુએ વમાન નગરમાં વિજય રાજાને ત્યાં કર્યું. પોંચ દિવ્ય પ્રગટ થયાં. વિજય રાજાએ પારણાના સ્થળે રત્નમય પીઠીકા રચાવી.
કેવળજ્ઞાન
દીક્ષા લીધા પછી પ્રભુએ ગ્રામ, નગર વગેરે સ્થળાએ ત્રણ વર્ષ સુધી વિહાર કર્યાં. પછી સહસ્રામ્ર વનમાં પધાર્યા અને અશેક વૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ધાતી ક ના ક્ષય થવાથી, વૈશાખ વદ ચૌદસના દિવસે, રેવતી નક્ષત્રમાં, પ્રભુને કેવળ જ્ઞાન થયુ. આચાર પ્રમાણે દેવાએ સમવસરણની રચના કરી. પ્રભુએ પૃદ્વારથી સમા સરણમાં પ્રવેશ કર્યાં અને દેશના દીધી. દેશના સાંભળી કેટલાકે મહાવ્રત અને કેટલાકે અણુવ્રત લીધાં. પ્રભુ પાસેથી ત્રિપદી પામી ગણધર ભગવન્તાએ દ્વાદશાંગીની રચના કરી.