________________
૧૩૨
ત્રીજે ભવ-શ્રી ધમનાથ ભગવાન
યવન
આ જંબુદ્દીપના ભરતક્ષેત્રમાં રત્નપુર નગરમાં ભાનુ નામે રાજા હતા. તેને સુત્રતા નામે રાણી હતી. તેની કુક્ષિને વિષે, દઢરથે રામને જીવ, વૈજયંત વિમાનમાંથી અવી, વૈશાખ સુદ સાતમના દિવસે, પુષ્ય નક્ષત્રમાં ચંદ્રનો હતા ત્યારે પુત્રરૂપે અવતર્યો. સુખે સુતેલાં સુત્રત માતાએ ચૌદ મહા રખે મુખમાં પ્રવેશ કરતાં. જયાં. દેવોએ ચ્યવન કલ્યાણક મહત્સવ કર્યો. અનુક્રમે પૂર્ણ માસે મહા સુદ ત્રીજના દિવસે, પુષ્ય નક્ષત્રમાં ચંદ્રને વેગ હતો ત્યારે વજના લાંછનવાળા, સુવર્ણવર્ણવાળા સુપુત્રને સુવ્રત માતાએ જન્મ આપે. છપન દિગકુમારિકાઓ, ચોસઠ ઈદ્રો, અસંખ્ય દે અને ભાનુરાજાએ જન્મ મહોત્સવ કર્યો. પ્રભુ જયારે માતાની કુક્ષિમાં હતા ત્યારે તેમની માતાને ધર્મ કરવાને દોહલો ઉત્પન્ન થયે હતા તેથી શુભ મુહુર્ત પિતાએ પ્રભુનું “ધર્મનાથ' એવું નામ પાડયું.
દીક્ષા
યૌવનવય પામતા પ્રભુ પીસ્તાલીશ ધનુષ્યની કાયાવાળા થયા. પિતાએ તેમના રાજકન્યાઓ સાથે લગ્ન કર્યા. જયારે પ્રભુ અઢી લાખ વર્ષના થયા ત્યારે ભાનુ રાજાએ તેમને રાજ્યાભિષેક કર્યો. પાંચલાખ વર્ષ સુધી પ્રભુએ રૂડી રીતે રાજયનું પાલન કર્યું.
કાતિક દેવો એ તીર્થ પ્રવર્તાવવાની વિજ્ઞપિત કરી એટલે પ્રભુ વાર્ષિક દાન આપી, નાગદત્તાનાસની શિબિકામાં આરૂઢ થઈ, પ્રકાંચન ઉધાનમાં પધાર્યા અને છઠ તપ કરી, મહાસુદ તેરસે, પુષ્ય નક્ષત્રમાં ચંદ્રને વેગ હતો ત્યારે હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી.