________________
૧૩૩
કેવળજ્ઞાન
છઠનું પારણું પ્રભુએ સોમનસપુરમાં ધર્મસિંહ રાજાને ત્યાં કર્યું. પંચદિવ્ય પ્રગટ થયાં. રાજાએ પ્રભુએ પારણું કર્યું હતું ત્યાં રત્નપીઠ રચાવી. બે વર્ષ છદમયપણે વિહાર કરી પ્રભુ પ્રકાંચન નામના ઉદ્યાનમાં પધાર્યા અને દધિપણું વૃક્ષની નીચે કાઉસગ ધ્યાને રહ્યા. ઘાતી કર્મને ક્ષય થતાં પ્રભુને પિષ સુદ પુનમને દિવસે, પુષ્ય નક્ષત્રમાં ચંદ્રનો યોગ હતું ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ સમવસરણ રચ્યું. પ્રભુએ પૂર્વદ્વારથી પ્રવેશી સિંહાસન પર બેસી દેશના આપી. દેશનાને અંતે કેટલાકે મહાવ્રત અને કેટલાકે અણુ વ્રત લીધા.
એક વખત પ્રભુ અશ્વપુર નગરના પરિસરમાં પધાર્યા. દેવે એ સમવસરણની રચના કરી. પાંચમાં વાસુદેવ પુરૂષસિંહ અને પાંચમાં બલદેવ સુદર્શનને ખબર પડતાં તેઓ પણ ત્યાં આવી ઇન્દ્રની પાછળ બેઠા. ઇદ્ર, વાસુદેવે અને બળભદ્ર પ્રભુની સ્તુતિ કરી. ત્યાર બાદ પ્રભુએ દેશના આપી. દેશનાને અંતે વાસુદેવ સમક્તિ અને બલદેવે શ્રાવકપણું સ્વીકાર્યું બીજી પરિસિએ ગણધર ભગવતે દેશના દીધી. દેશના પૂર્ણ થતાં સૌ પોતપોતાના રથાને ગયા. નિર્વાણ
કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પ્રભુએ લગભગ અઢી લાખ વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કર્યો. પછી પોતાને નિર્વાણ કાળ નજીક જાણી પ્રભુ સમેતશિખર પધાર્યા અને એકસો આઠ મુનિઓ સાથે અણસણ લીધું. એક માસને અંતે, જેઠ સુદ પાંચમે ચંદ્રનો યોગ પુષ્ય નક્ષત્રમાં હતો ત્યારે, ધર્મનાથ પ્રભુ, એકસો આઠ મુનિઓ સાથે મુક્તિપદ પામ્યા. ઈન્દ્રોએ યથાવિધિ નિર્વાણત્સવ ઉજ.