________________
૧ર૩ ચઢાઈ કરવા ઉપડશે. રવયંભૂ વાસુદેવ પણ વડીલ બંધુ ભદ્ર અને સૈન્ય સહિત સામે આવ્યું. બન્ને વચ્ચે પરરપરયુદ્ધ થયું. સર્વ શસ્રો નિષ્ફળ જતાં મેરાકે રવયંભૂ ઉપર ચક છેડયું. સ્વયંભૂએ તે ચક હાથમાં લઈ મેરાક ઉપર છોડયું; તુરત જ મેરાકનું મતક છેદાઈ ગયું. તેનું સૈન્ય રવયંભને સ્વાધીન થયું. સ્વયંભુએ ત્રણ ખંડ સાધ્યા અને મહેસવ પૂર્વક દ્વારિકા પધાર્યા. દ્વારિકામાં રૂઠે અને સર્વ સામંત રાજાઓએ સ્વયંભૂને વાસુદેવ અર્ધચકીપણાને અભિષેક કર્યો.
સ્વયંભૂ વાસુદેવ લાંબુ આયુષ્ય પૂર્ણ કરી છઠ્ઠી નરકે ગયે. વાસુદેવના મૃત્યુ પછી બલદેવને ચેન પડયું નહિ. અને તે મુનિચંદ્ર મુનિ પાસે દીક્ષા લઈ મોક્ષપદ પામ્યાં.
શ્રી અનંતનાથ ચરિત્ર સ્વયંભૂ રમણ પદ્ધી, કરૂણા રસ વારિણા અનંત જિદને તાવ પ્રયચ્છતુ સુખ શ્રિયં.
સ્વયંભૂ રમણ (છેલ્લા) સમુદ્રની હરીફાઈ કરનાર અર્થાત તેથી પણ અધિક, કરૂણા રસરૂપી જળ વડે યુક્ત એવા શ્રી અનંતનાથ ભગવાન, જેને અંત નથી એવી મોક્ષરૂપ લક્ષ્મી તમને આપો.
પહેલે ભવ-પમરથ રાજા બીજે ભવ-દેવ
ઘાતકી ખંડ કપમાં પ્રાષ્યિદેહ ક્ષેત્રના ઐરાવત નામના વિજયમાં, અરિષ્ટા નામે એક મોટી નગરી હતી. તેમાં પમરથ નામને મહારથી રાજા રાજ્ય કરતો હતો. તેમણે સર્વ શત્રઓના વિજયથી