________________
૧૧૯
પરણાવી અને જયારે તેઓ પંદર લાખ વર્ષના થયા ત્યારે રાજાએ તેમના રાજયાભિષેક કર્યાં. પ્રભુએ ત્રીશ લાખ વર્ષની ઉંમર સુધી રાજ્યનું પાલન કર્યું. પછી લોકાન્તિક દેવાની વિનતીથી પ્રભુએ વાર્ષિક દાન આપી, દેવદત્તા નામની શિબિકા ઉપર આરૂઢ થઈ, મહા સુદ ચેાથના દિવસે, હજાર રાજાઓની સાથે, છઠ તપ પૂર્વક દીક્ષા લીધી. છઠનું પારણું, પ્રભુએ ધાન્ય કુટ નગરમાં, જય રાજને ઘેર, પરમાન્તથી કર્યું. પાંચ દિવ્ય પ્રગટ થયાં.
કેવળજ્ઞાન
બે વર્ષ સુધી સતત વિહાર કરી, વિમળનાથ પ્રભુ સહસ્રામ્ર વનમાં પધાર્યાં અને જંબુ વૃક્ષની નીચે કાઉસગ ધ્યાને રહ્યા. ધાતીકર્મના ક્ષય થતાં, પ્રભુને પાત્ર સુદ છઠના દિવસે, ઉત્તરા ભાદ્ર પ નક્ષત્રમાં, કેવળજ્ઞાન થયું. આચાર પ્રમાણે દેવે એ સમવસરણની રચના કરી. પૂદ્વારથી પ્રવેશ કરી, સિંહાસન પર બેસી પ્રભુએ દેશના દીધી. આ દેશના સાંભળી કેટલાકે સાધુવ્રત અને કેટલાકે શ્રાવક વ્રતના સ્વીકાર કર્યાં. ગણધર ભગવન્તાએ, પ્રભુ પાસેથી ત્રિપદી પામી દ્વાદશાગીની રચના કરી.
ત્રીજા વાસુદેવને થયેલે વિમળનાથ સ્વામીને સમાગમ,
વિહાર કરતાં કરતાં વિમળનાથ પ્રભુ દ્વારિકા પધાર્યાં. દેવાએ સમવસરણ રચ્યું. ત્રીજા વાસુદેવ યંભૂ પ્રભુનું આગમન સાંભળી બલભદ્ર સહિત સમવસરણમાં આવ્યા. પ્રભુને વંદન કરી સ્વયંભુએ પ્રભુની સ્તુતિ કરી. પછી પ્રભુએ દેશના આરભી. દેશનામાં ભગવાને જણાવ્યું કે,‘મનુષ્ય ભવમાં ધર્મ એ ભૂષણ રૂપ છે અને તેમાં પણ સમક્તિ રત્નની પ્રાપ્તિ મહા દુર્લભ છે.' દેશના સાંભળી સ્વયંભૂ વાસુદેવે સમક્તિ ગ્રહણ કર્યું" અને બલમદ્રે બારવ્રતના વીકાર કર્યાં.