________________
૧૧૮ વાળા તે રાજાએ કેટલોક સમય રાજ્યનું પાલન કરી, સર્વ ગુપ્ત નામના આચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી. અનુક્રમે વિધિપૂર્વક અહંદ ભક્તિ વગેરે સ્થાનને સેવવાથી તેમણે આત્મ પરાક્રમ વડે, તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું.
પછી ચિરકાળ સુધી તીવ્ર તપ તપી, અને આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામી પર્મસેન રાજર્ષિ સહસ્ત્રાર દેવલોકમાં મહર્દિક દેવતા થયા.
ત્રીજો ભવ શ્રી વિમળનાથ ભગવાન
યુવને
આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં કાંપિલ્યપુર નામે નગર હતું. ત્યાં કૃતવર્મા નામે પરાક્રમી રાજા રાજ્ય કરતા હતા. તેને શ્યામા નામે પટરાણી હતી. પદ્દમસેન રાજાનો જીવ, સહસ્ત્રાર દેવલોકમાંથી થવી, શ્યામા માતાની કુક્ષિ વિશે, વૈશાખ સુદ બારસના દિવસે, ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં, પુત્રપણે અવતર્યો. માતાએ ચૌદ મહા સ્વપ્ન દીઠાં અને રાત્રિ ધર્મજાગરણમાં પસાર કરી, ઈન્દ્રોએ આચાર પ્રમાણે ચ્યવન કલ્યાણક ઉજવ્યું.
જન્મ
પૂર્ણ માસે, મહા સુદ ત્રીજની મધ્ય રાત્રિએ, ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં, શ્યામા રાણીએ, ડુક્કરની લાંછનવાળા, સુવર્ણ વર્ણવાળા પુત્રને જન્મ આપ્યો. દિગૂકુમારીકાઓ, ઈદ્રો અને દેવોએ, આચાર પ્રમાણે, જન્મ કલ્યાણક ઉજવ્યું. કૃતવર્મા રાજાએ પણ બાર દિવસ સુધી, પુત્ર જન્મ નિમિત્ત, મહેન્સવ કર્યો. પ્રભુ માતાની કુક્ષિમાં હતા ત્યારે શ્યામા માતા ખૂબ નિર્મળ થયાં હતાં, તેથી પિતાએ તેમનું નામ વિમળનાથ પાડયું. દીક્ષા
અનુક્રમે પ્રભુ યૌવન પામ્યા એટલે પિતાએ રાજકન્યાઓ