________________
૧૧૭
પિતાના કુંવરે તથા સૈન્ય સાથે સામે ઊભા હતા. યુદ્ધમાં તારકની હાર થવા લાગી એટલે તેણે દ્વિષષ્ઠ ઉપર ચક છોડયું. દિપૃષ્ઠ તેજ ચક્ર હાથમાં લઈ પ્રતિવાસુદેવ ઉપર છોડયું. ચકે લોક પ્રતિવાસુદેવનું માથું છેદી નાંખ્યું. અને પાછું દ્વિપૃષ્ઠનાં હાથમાં આવીને સ્થિર થયું અને તેને યુદ્ધમાં સર્વત્ર જય જય કાર થયો. તારક પક્ષના રાજાઓ દ્વિપૃષ્ઠને નમી પડ્યા અને તેનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું. સર્વ રાજાઓએ મળી ક્રિપૃષ્ઠને સિંહાસન પર બેસાડી અર્ધચકીપણાને અભિષેક કર્યો અને ત્રણે ખંડમાં તેની આજ્ઞા પ્રવક્તી.
લાંબો સમય રાજ્ય કરી દ્વિપૃષ્ઠ વાસુદેવ મૃત્યુ પામી છઠ્ઠી નરકે ગયે. વાસુદેવના મૃત્યુ પછી વિજ્ય બલભદ્ર શ્રી વિજય સુરિ પાસે દીક્ષા લીધી. નિરતિચાર ચારિત્ર પાળી બળદેવ મેક્ષ પદ પામ્યા.
શ્રી વિમળાનાથ ચરિત્ર વિમલ સ્વામિને વાચઃ કતક લોદ સોદરા;
જયંતિ વિજગ તો જલ નૈમેલ્ય હેતવઃ કતક ફળના ચૂર્ણ જેવી, ત્રણ જગતના ચિત્તરૂપી જળને નિર્મળ કરવામાં કારણ રૂપ, શ્રી વિમલ સ્વામીની વાણું જયવંતી
વર્તે છે.
પૂર્વભવ પહેલે ભવ-પદ્દમસેન રાજા બીજે ભવ-દેવ
ઘાતકી ખંડના પૂર્વ વિદેહમાંભરત નામના વિજ્યમાં મહાપુરી નામે નગરી હતી ત્યાં પદ્દમસેન નામે રાજા રાજય કરતા હતા. બળવાન અને વિવેકી જનોમાં આ રાજા અગ્રેસર હતો. જૈન શાસનમાં તેને અચળ શ્રદ્ધા હતી. નઠારા ઘરમાં રહેનાર જેમ ખેદયુક્ત રહ્યા કરે તેમ આ સંસારમાં તે ખેદયુક્ત નિવાસ કરતા. નિસર્ગ સંયમ