________________
૧૦૩
મિથ્યાત્વને પ્રચાર શ્રી સુવિધિનાથ સ્વામીના નિર્વાણ પછી કેટલે કાળ જતાં સાધુઓને ઉચ્છેદ થઈ ગયે. પછી જેમ માર્ગ ભ્રષ્ટ થયેલા વટેમાર્ગએ બીજા જાણતા મુસાફરોને માર્ગ પૂછે તેમ ધર્મના અજ્ઞ લકે સ્થવિર શ્રાવકોને ધર્મ પૂછવા લાગ્યા. જ્યારે તેઓ પિતાને અનુસારે ધર્મ કહેવા લાગ્યા, ત્યારે લેકે તેઓની શ્રાવકે ચિત અર્થપૂજા કરવા લાગ્યા; એવી રીતે પૂજા થવાથી દ્રવ્યાદિકમાં લુબ્ધ થઇને એ સ્થવિર શ્રાવકોએ તત્કાળ નવાં કૃત્રિમ શાસ્ત્રો રચી તેમાં વિવિધ જાતનાં મોટાં ફળવાળા દાને પ્રગટ ક્યાં પ્રતિદિન દ્રવ્યાદિમાં લુબ્ધ આચાર્યો થઈને તેઓએ આલેક અને પરલમાં નિશ્ચિત મોટાં ફળવાળા કન્યાદાન, પૃથ્વીદાન, લેહદાન, તિલદાન, કપાસદાન, ગૌદાન, સુવર્ણ દાન, રૂપ્ય દાન, ગૃહ દાન, અશ્વદનિ, ગજદાન અને શિયાદાન વગેરે વિવિધ દાનેને મુખ્યપણે ગણાવ્યાં, અને મેટી ઈચ્છાવાળા તેમજ દુષ્ટ આશયેવાળા તેઓએ તે સર્વ દાન દેવા માટે યોગ્ય પાત્ર પોતે છે અને બીજા અપાત્ર છે એમ જણાવ્યું. એવી રીતે લોકોની વંચના કરતાં છતાં પણ તેઓ લેકાના ગુરૂ થઈ પડ્યા.
એવી રીતે શ્રી શીતળનાથ સ્વામીનું તીર્થ પ્રવર્તતા સુધી આ ભરત ક્ષેત્રમાં સર્વ પ્રકારે તીર્થોચ્છેદ રહ્યો. તેથી તે વખતે રાત્રિએ ઘુવડ પક્ષીની જેમ કનિષ્ઠ બ્રાહ્મણેએ આ ભરતક્ષેત્ર પર પિતાનું એક છત્ર રાજય ચલાવ્યું. તે પછી બીજા છ જીનેશ્વરના અંતરમાં પણ એટલે ધર્મનાથ અને શાન્તિનાથના અંતર સુધી એવી રીતનું આંતરે આંતરે મિથ્યાત્વ પ્રવર્યું અને તીર્થને ઉચછેદ થવાથી તે સમયમાં મિથ્યા દષ્ટિઓને અખલિત પ્રચાર થે.