________________
૧૧૩ દીક્ષા
પ્રભુ અઢાર લાખ વર્ષના થયા ત્યારે કાતિક દેવોના સુચનથી વાર્ષિક દાન દીધું. પછી પૃથ્વી નામની શિબિકામાં આરૂઢ થઈ, વિહારગૃહ નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં છસે રાજાની સાથે, ફાગણ વદ અમાસના દિવસે, શતભિષાખા નક્ષત્રમાં, ચતુર્થ તપ પૂર્વક, દીક્ષા ગ્રહણ કરી. તપનું પારણું પ્રભુએ, મહાપુર નગરમાં, સુનંદ રાજાને ઘેર, ક્ષીરાનથી કર્યું. પંચ દિવ્ય પ્રગટ થયાં. પ્રભુએ પારણું કર્યું હતું તે સ્થળ પર સુનંદ રાજાએ રત્નપીઠિકા રચાવી. કેવળજ્ઞાન
વાસુપૂજય પ્રભુ એક માસ પર્યન્ત છદ્મ પણામાં વિહાર કરી અનુક્રમે વિહારગૃહનામના ઉદ્યાનમાં પધાર્યા અને પાટલ વૃક્ષની નીચે કાઉસગ ધ્યાને રહ્યા. ઘાતી કર્મને ક્ષય થવાથી, પ્રભુને મહા સુદ બીજને દિવસે, શતભિષા નક્ષત્રમાં, કેવળજ્ઞાન થયું. એ સમવસરણની રચના કરી. પ્રભુએ દેશના દીધી અને તીર્થની સ્થાપના કરી. ગણધરોએ પ્રભુ પાસેથી ત્રિપદી પામી દ્વાદશાંગની રચના કરી.
એક વખત વાસુપૂજ્ય સ્વામી દ્વારકાની સમીપે સમવસર્યા. દેવાએ સમવસરણ રચ્યું ભગવાનના આગમનના સમાચાર સાંભળી દ્વિપૃષ્ઠ વાસુદેવ વિજયકુમાર બલદેવ સાથે ત્યાં આવ્યો. પ્રભુને નમી, સ્તુતિ કરી, ઈન્દ્રની પાછળ બેઠે. પ્રભુએ દેશના આપી દેશના સાંભળી કિપૃષ્ઠ વાસુદેવે સમક્તિ ગ્રહણ કર્યું અને બલભદ્ર શ્રાવકપણાને સ્વીકાર કર્યો. નિર્વાણ
કેવળજ્ઞાન પછી લગભગ ચેપન લાખ વર્ષ પૃથ્વી ઉપર વિચર્યા. પછી પિતાને નિર્વાણ કાળ નજીક જાણી પ્રભુ ચંપા નગરી પધાર્યા. ત્યા છસે મુનિઓ સાથે અણસણ લીધું. એક માસને અન્ત, અષાડ