________________
૧૦૮
સાંવત્સરિક દાનને અતે, પ્રભુએ ફાગણ વદ તેરસના દિવસે એક હજાર રાજાઓની સાથે, છઠ તપ પૂર્વક, સહસ્ત્રાપ્રવનમાં, દીક્ષા લીધી. કેવળજ્ઞાન
છઠનું પારણું પ્રભુએ સિદ્ધાર્થ નગરમાં નંદ રાજાને ઘેર ક્ષીરથી કર્યું. એ પંચ દિવ્ય પ્રગટ કર્યા. નંદ રાજાએ પ્રભુના પારણાના સ્થળે રત્નપીઠ રચાવી. બે માસ સુધી છમસ્થ પણે વિહાર કરી પ્રભુ ફરીથી સહસ્રાગ્ર વનમાં પધાર્યા. શુકલ ધ્યાન ધ્યાવતાં મહાવદ અમાસને દિવસે, શ્રવણ નક્ષત્રમાં ચંદ્રને વેગ હતો ત્યારે, છઠ તપમાં વર્તતા પ્રભુને કેવળજ્ઞાન થયું. આચાર પ્રમાણે દેવોએ સમવસરણ રચ્યું. પ્રભુએ દેશના દીધી. લે કાએ યથાશક્તિ વ્રત લીધાં. પ્રણના મુખથી ત્રિપદી સાંભળી ગણધરેએ દ્વાદશાંગીની રચના કરી. પ્રથમ વાસુદેવ અને પ્રથમ બળદેવા
શ્રેયાંસનાથ પ્રભુના સમયમાં પ્રથમ વાસુદેવ ત્રિપૃષ, પ્રથમ બળદેવ અચલ અને પ્રથમ પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ થયા. મહાવીર રવામીના પૂર્વભવના વૃત્તાન્તમાં ત્રિપૃષ્ઠ, અચલ અને અશ્વગ્રીવના ચરિત્રો આપવામાં આવ્યાં છે તેથી તેમના ચરિત્ર અને આપવામાં આવ્યાં નથી.
એક વખત પિતન પુરના પરિસરમાં પ્રભુ સમવસર્યા. વનપાલે પ્રભુ સમવસર્યાના સમાચાર ત્રિપૃષ્ઠ વાસુદેવને આપ્યા. ત્રિપૃદ્ધે વનપાલને સારૂં ઈનામ આવ્યું અને બલદેવ અને બીજા પરિવાર સાથે સમવસરણમાં ગયે. પ્રભુને વાંદી, સ્તુતિ કરી તે ઈન્દ્રની પાછળ બેઠે. ભગવાને દેશના દીધી. દેશના સાંભળી ત્રિપૃષ્ઠ વાસુદેવ અને અચળ બળદેવે સમક્તિ ગ્રહણ કર્યું. નિર્વાણ
દીક્ષા લીધા પછી એકવીશ લાખ વર્ષ સુધી પૃથ્વી ઉપર વિચરી શ્રેયાંસ પ્રભુ પોતાને મોક્ષ કાળ નજીક જાણું સમેત શિખર પધાર્યા