________________
૫
દીક્ષા
પ્રભુ યીવન વય પામ્યા ત્યારે પિતાએ રાજકન્યાઓ પરણવી. તેમની સાથે સુખ ભોગવતા પ્રભુને પાંચ લાખ પૂર્વ વ્યતીત થયાં. પછી પિતાએ તેમને રાજ્યને ભાર સં. પ્રભુએ વીશપૂર્વીગ અધિક ચૌદ લાખ પૂર્વ સુધી રાજ્યનું પાલન કર્યું. પ્રભુનો દીક્ષા કાળ સન્મુખ જાણી લોકાન્તિક દેવોએ વિજ્ઞપિત કરી, “હે નાથ ! ધર્મતીર્થ પ્રવર્તા” પછી પ્રભુએ સાંવત્સરિક દાન દીધું. બાદ શિબિકા ઉપર આરુઢ થઈ સહસ્રામ્રવન આવ્યા. અને જેઠ સુદ બીજના દિવસે, અનુરાધા નક્ષત્રમાં ચંદ્રને વેગ હતા ત્યારે, એક હજાર રાજાઓ સાથે, દીક્ષા લીધી.
કેવળજ્ઞાન બીજે દિવસે મહેન્દ્ર રાજાને ઘેર, પાટલીખંડ નગરમાં પ્રભુએ ક્ષારથી પારણું કર્યું. પછી નવ માસ સુધી વિહાર કરી, પાછા સહસ્રામ્રવનમાં આવી કાઉસ્સગ ધ્યાને રહ્યા. અહિં ભગવાનને, ફાગણ વદ છઠના દિવસે, વિશાખા નક્ષત્રમાં ચંદ્રને વેગ હતે ત્યારે, શુકલ ધ્યાન ધ્યાવતાં, કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. નિવણ
કેવળજ્ઞાન થયા પછી, નવ માસ અને વીશ પૂર્વોગેન્યુન એવા લાખ પૂર્વ ગયા પછી પોતાને નિર્વાણુકાળ સમીપ જાણી પ્રભુ સમેત શીખરે પધાર્યા. પાંચસે મુનિઓ સાથે એક માસનું અણુશણ કરી, પ્રભુ ફાગણ વદ સાતમને દિવસે મોક્ષ પદ પામ્યા ઈન્દ્રો અને દેવોએ નિર્વાણ કલ્યાણક યથાવિધિ ઉજળ્યું.
શ્રી સુપાર્શ્વનાથ પ્રભુને પરિવાર
વિહાર કરતાં પ્રભુને નીચેને પરિવાર – ગણધર
૯૫ પંચાણું સાધુ
૩,૦૦,૦૦૦ ત્રણ લાખ