________________
પ્રભુ બાલ્યકાળ પસાર કરી યૌવનને પામ્યા ત્યારે પિતાએ તેમને દેવકન્યાઓ જેવી રાજકન્યાઓ પરણાવી. તેમની સાથે અનેક પ્રકારના સુખ ભોગવતા પ્રભુને પંદર લાખ પૂર્વનિર્ગમન થયાં તે વખતે જિતારી રાજાએ સંભવ પ્રભુને રાજય સેંપી દીક્ષા લીધી સ ભવનાથને પિતાની પ્રજાની પેઠે પ્રજાનું પાલન કરતાં ચાર પૂર્વાગ સહિત ચુંવાલીસ લાખપૂર્વ વીત્યાં. પ્રભુ પોતાને રાજ્ય કાળ સુખમાં પસાર કરતા હતા. છતાં તેઓ વિચારવા લાગ્યા કે “આ સંસારમાં વિષયસુખ વિષ મિશ્રિત મધુ અન્ન સરખું છે. મધુર અન ખાતાં સારું લાગે છે પણ વિષ મિશ્રિત હેવાથી મરણ પમાડે છે. તેમ આ વિષયો ભેગવતાં ગમે તેટલા સારા લાગતા હોય તે પણ પરિણામ મહા અનર્થ ઉત્પન્ન કરે છે. માટે આ સર્વને ત્યાગ કરવો જોઈએ.” એવું ભગવાન વિચારે છે તેવામાં લેકેતિક દેવાએ વિજ્ઞપ્તિ કરી, “હે નાથ ! તીર્થ પ્રવર્તા', પ્રભુએ સાંવત્સરિક દાન દેવાની શરૂઆત કરી અને એક વર્ષમાં ત્રણ અઠ્યાસી કરેડ અને એંશીલાખ સુવર્ણ મુદ્રાઓનું દાન આપ્યું.
દીક્ષા
વાર્ષિક દાન આપી પ્રભુએ માગશર સુદ પુનમને દિવસે દીક્ષા લીધી. આચાર પ્રમાણે ઈંદ્રાદિક દેવતાઓ દીક્ષામહેસૂવ કરી સ્વસ્થાને ગયા. બીજે દિવસે પ્રભુએ તેજ નગરમાં સુરેન્દ્ર દત્ત રાજાને ઘેર ક્ષીરથી પારણું ક્યું. તે વખતે પંચ દિવ્ય પ્રગટ થયાં. પ્રભુએ જ્યાં પારણું ક્યું હતું ત્યાં સુરેન્દ્ર દત્ત મણિપીઠ ચા.
ત્યાર પછી પ્રભુએ ગ્રામ, નાર, વન, પર્વત, દ્રોણ મુખ વગેરે અનેક સ્થળે વિચરી ચૌદ વર્ષ પસાર કર્યા. ભગવાન નવા નવા અભિગ્રહે ધારણ કરતા હતા. ગુપ્તિ અને સમિતિને યથાર્થપણે પાળતા પ્રભુ ફરી સહસ્રામ્રવનમાં પધાર્યા. ત્યાં સાળ વૃક્ષ નીચે