________________
ત્યારે પિતાએ તેમને રાજ્યાભિષેક કર્યો. રાજયનું પાલન કરતાં પ્રજીએ સાડીએક્વીશ લાખ પૂર્વ અને સેળ પૂર્વાગ નિર્ગમન કર્યા પછી વટેમાર્ગુને જેમ સારા સુને ચાલવાની પ્રેરણ કરે, તેમ સંસારને પાર પામવાને ઇચછતા એવા પ્રભુને લેકાંતિક દેવતાઓએ આવી દીક્ષા લેવાની પ્રેરણા કરી. તરત જ પ્રભુએ વાર્ષિક દાન આપવા માંડયું. એ દાનનું દ્રવ્ય કુબેરની આજ્ઞાથી દેવતાઓએ લાવીને પૂરું કર્યું. પછી ઇદ્રો અને રાજાઓએ જેમને અભિષેક કરેલો છે એવા પ્રભુ સુખકારી શિબિક મા આરૂઢ થઈ સહસ્રાપ્રવનમાં ગયા. ત્યાં છઠ્ઠને તપ કરી, કાર્તિક કૃષ્ણ ત્રયોદશીને દિવસે, ચિત્રા નક્ષત્રમાં પ્રભુએ એક હજાર રાજાઓની સાથે દીક્ષા લીધી.
કેવળજ્ઞાન
બીજે દિવસે બ્રહ્મસ્થળ નગરમાં સોમદેવ રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. ત્યાં દેવોએ પંચ દિવ્ય પ્રગટ કર્યા; અને રાજાએ, પ્રભુએ જ્યાં પારણું ક્યું હતું ત્યાં એક રત્નપીઠ બનાવી. છ માસ સુધી બીજે ઠેકાણે વિહાર કરી પ્રભુ ફરી તેજ સહસ્સામ્રવનમાં પધાર્યા. ત્યાં છઠ તપ કરી કાઉસ્સગ ધાને વડના વૃક્ષ નીચે રહયા અને તેમણે ચારઘાતિ કમને ક્ષય કરી, ચિત્ર સુદ પુનમના દિવસે, ચિત્રા નક્ષત્રમાં ચંદ્રને વેગ હતો ત્યારે કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું. દેવોએ સમવસરણની રચના કરી અને પ્રભુએ પૂર્વ દ્વારથી પ્રવેશી દેશના દીધી. દેશના સાંભળી કોઈએ દીક્ષા તે કેઈએ શ્રાવકપણું સ્વીકાર્યું.
નિર્વાણ
દીક્ષા લીધા પછી છ માસ અને સોળ પૂર્વાગે ન્યુન એક લાખ પૂર્વ વ્યતિત થયે પિતાને મેક્ષકાળ જાણીપ્રભુ સમેત શિખર