________________
શ્રી સંભવનાથ જિન ચરિત્ર
પૂર્વભવનુ વર્ણન પ્રથમ ભવ-વિમલવાહન રાજા ઘાતકી ખંડના અરાવત ક્ષેત્રમાં ક્ષેમપરા નામની નગરી હતી. તે નગરમાં વિપુલવાહન નામે રાજા રાજ્ય કરતા હતા. એક વખત તે રાજાના રાજયમાં મહા દુકાળ પડયો અને હજારો લેકે ભૂખથી મરી જવા લાગ્યા. જ્યાં ત્યાં ભૂખે મરતા માણસેના લાહલથી રાજાને બહુ ખેદ થયે. પિતાના છતાં ચતુર્વિધ સંઘને ક્ષય થત જોઈ રાજાનું અંતઃકરણ દયાથી પીગળી ગયું અને રસેઈઆને આજ્ઞા કરી કે મારે માટે રાંધેલું અન્ન મુનિઓને વહેરાવવું અને બીજા અન્નથી શ્રાવકે જમાડવા. રાજાની આજ્ઞા થતાં રસોઈયા હંમેશાં નવાં નવાં ભેજન બનાવી શ્રાવકાને જમાડવા લાગ્યા અને રાજા દરરોજ તેમની દેખરેખ રાખવા લાગ્યા. આ પ્રમાણે જ્યાં સુધી દુકાળ રહ્યો ત્યાં સુધી ચતુર્વિધ સંઘની ભક્તિ કરવાથી રાજાએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું.
એક વખત રાજા પિતાના મહેલની અગાશીમાં બેઠો હતો, તેવામાં આકાશમાં વાદળ ચઢી આવ્યું અને થોડી જ વારમાં વિખરાઈ ગયું. આ જોઈ રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયે. તે વિચારવા લાગે, “જગતની સર્વ સંપત્તિ અને લીલા આ વાદળ જેવી છે તે ભેગી થાય છે. પણ કાળને ઝપાટે આવતાં જલદી વિખરાય છે. મૂર્ખ માણસ જ તેને કાયમી માની તેની અંદર ગાંડાધેલ બને છે. આ વાદળની છાયાની પેઠે સર્વ સંસારની સ્થિતિ છે. માટે મારે તેની આસક્તિ છોડવી જોઈએ.” એમ વિચારી પિતાના કુંવર