________________
વાળા પુત્રને જન્મ આપે. પ્રભુ જયારે ગર્ભમાં હતા ત્યારે સર્વ નગરીને અભિનંદન (હર્ષ) થયે હતો તેથી માતા પિતાએ શુભ મુહુ તેમનું નામ અભિનંદન પાડ્યું. દીક્ષા
બાલ્ય કાળ પસાર થયા બાદ, પોતાનું ભગાવલી કર્મ જાણી, માતા પિતાના આગ્રહથી, પ્રભુ રાજકન્યાઓ પરણ્યા. સંસાર સુખ ભેગવતાં, પ્રભુ જ્યારે સાડા બાર લાખ પૂર્વની વયવાળા થયા ત્યારે સંવર રાજાએ તેમને રાજ્યાભિષેક કર્યો અને પોતે ચારિત્ર ગ્રહણ કર્યું. રાજ્યનું પાલન કરતાં પ્રભુએ આઠ પૂર્વાગ સહિત સાડીછત્રીસ લાખ પૂર્વ પસાર કર્યો. અનુક્રમે પ્રભુને દીક્ષા લેવાની ઈચ્છા થઈ એટલે વાર્ષિક દાન આપી, મહા સુદ બારસે એક હજાર રાજાઓ સાથે, સહસ્રામ્રવનમાં દીક્ષા અંગીકાર કરી. તે જ વખતે પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું.
કેવળજ્ઞાન
બીજે દિવસે પ્રભુએ અયોધ્યાના રાજા ઈન્દ્ર દત્તને ત્યાં, હસ્તપાત્રમાં, ક્ષીરનું પારણું કર્યું. પંચ દિવ્ય પ્રગટ થયાં. ત્યાંથી પ્રભુએ અપ્રમત્તપણે વિહાર કરતાં અઢાર વર્ષ પૂર્ણ કર્યા. પરિસહ, ઉપસર્ગ અને અભિગ્રહને ધારણ કરતા પ્રભુ પાછા સહસ્રામ્રવનમાં પધાર્યા. અને છઠ તપ કરી, રાયણ વૃક્ષની નીચે, કારણ ધ્યાને રહ્યા. ત્યાં શુકલ ધ્યાને વર્તતાં, ઘાતી કર્મને ક્ષય થવાથી, પ્રભુને પોષ સુદ ચૌદસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
અવધિજ્ઞાની ઇન્દ્રોએ પ્રભુનું કેવળ જ્ઞાન જાણી, ત્યાં આવી સમવસરણની રચના કરી. પ્રભુએ સિંહાસન ઉપર બેસી દેશના દીધી. ત્રિપદી અનુસાર ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી.
પ્રભુના તીર્થમાં યક્ષેશ્વર નામે યક્ષ અને કાલિકા નામે શાસનદેવી થઈ