________________
શ્રી સુમતિનાથ ભગવાન
ત્રીજે ભવ
ચ્યવન
- જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં વિનિતા નામની નગરી હતી. તેમાં મેઘ વાહન નામને રાજા રાજ્ય કરતા હતા. તેને મંગલા નામે મંગળ ભૂતિ રાણી હતી. તેની કુક્ષિમાં, અનુત્તર વિમાનમાંથી પુરૂષસિંહને જીવયવી, શ્રાવણ સુદ બીજને દિવસે ઉત્પન્ન થયો. મંગળા માતાએ ચૌદ મહાસ્વપ્ન દીઠાં અને શેષ રાત્રિ ધર્મજાગરણમાં પસાર કરી.
આ અરસામાં એક શેઠ પોતાની બે પત્નીઓને લઈ પરદેશ ગયે હતો. ત્યાં એક પત્નીને પુત્ર થશે. બંને પત્નીએ તે પુત્રને ઉછેરી મેટ કર્યો. ઘર તરફ પાછા ફરતાં, શેઠ દૈવ વેગે મૃત્યુ પામ્યા. સ્ત્રીઓ ઘેર આવી. તેમાં પુત્ર વગરની સ્ત્રી કપટી હતી. તે કહેવા લાગી, “આ પુત્ર મારે છે. આ ફરિયાદને ઈન્સાફ ઘણે ઠેકાણે કરાવ્યો પણ તેને કોઈ નિર્ણય ન આવ્યો. છેવટે આ ફરિયાદ રાજદ્વારે મેઘવાહન રાજા પાસે આવી. મેઘવાહન રાજા પણ તેને નિર્ણય ન કરી શક્યા. મંગલા રાણીએ આ વાત રાજાના મુખથી જાણી. તેણે બે સ્ત્રીઓને બોલાવી કહ્યું, “હે સ્ત્રીઓ, મારા ગર્ભમાં રહેલ પુત્ર ત્રણ જ્ઞાન ધારણ કરનાર છે. તે જન્મ પામ્યા પછી તમારો સાચે નિર્ણય કરશે. અત્યારે આ પુત્રને નિર્ણય કઈ કરી શકે એમ નથી. કારણ કે તમારું રૂપ અને આકૃતિ સરખાં છે. થોડો વખત તમે થોભી જાવ તો સાચો ઈન્સાફ મળશે.” આ સાંભળી અપરમાતા મૌન રહી, પણ ખરી માતા બોલી ઊઠી, “દેવી, તેટલા સમય સુધી મારાથી પુત્ર વગર કેમ રહી શકાય? માટે આપ જ ન્યાય આપ” પછી મંગળા માતાએ ખરી માતાને કહ્યું, “તારાથી પુત્ર વગર રહી શકાતું નથી માટે તું જ ખરી માતા છે એમ કહી