________________
વિમલકીતિને રાજ્યને ભાર શેંપી રવયંપ્રભ નામના આચાર્ય પાસે દીક્ષા લીધી. શુદ્ધ ચારિત્ર પાળી વીસ સ્થાનકનું આરાધન કરી તીર્થકર નામ કર્મનું સારી રીતે પેષણ કર્યું.
બીજે ભવ-દેવલોકમાં દેવ આયુષ્ય પૂર્ણ થતાં વિમલવાહનમુનિ મરણ પામી આનત નામના નવમા દેવલેમાં દેવપણે ઉત્પન્ન થયા.
શ્રી સંભવનાથ ભગવાન-ત્રીજે ભવ વિશ્વ ભવ્ય જનારામ-કુલ્યા તુલ્યા જયંતિતાઃ દેશના સમયે વાચઃ શ્રી સંભવ જગત્પતેઃ ભાવાર્થ : સમસ્ત જગતના ભવ્યજને રૂપી બગીચાને સિંચન કરવામાં પાણીની નીક સમાન એવી જગતપતિ શ્રી સંભવનાથ ભગવાનની ઉપદેશ વખતની વાણી જયવંતી વર્તે છે.
યુવન
નવમા દેવ લોકનાં સુખ અનુભવી, વિપુલવાહન રાજાને જીવ આ જંબુ દીપના પૂર્વ ભરતામાં આવેલ શ્રાવતી નામની નગરીને વિષે, છતારી રાજાની રાણી સેનાદેવીની કુક્ષિને વિષે ફાગણ સુદ આઠમને દિવસે પુત્ર પણે ઉત્પન્ન થયે તે વખતે રાણીએ ચૌદ સ્વપ્ન જોયાં. અનુક્રમે નવ માસ અને સાડા સાત દિવસ વ્યતીત થતાં, માગશર સુદ ચૌદશના દિવસે અશ્વના
જન્મ લાંછન વાળા સુવર્ણ વણી પૂત્રને સેના દેવીએ જન્મ આપ્યો દિગકુમારિકાઓ,ઈદ્રો અને આચાર પ્રમાણે જન્મોત્સવ ઉજવે
ભગવાન જ્યારે માતાની કુક્ષિમાં હતા ત્યારે સેબા (સીંગ મગ, મઠ વાલ, ચેળા વગેરે) અનાજ ઘણુ ઉત્પન્ન થયું હતું તેથી પિતાએ તેમનું નામ સંભવનાથ અથવા સંભવનાથ પાડયું