________________
૭૭ રાજસભામાં બોલાવે અને પૂછયું, “હે વિપ્ર ! મારે રાજ્યમાં તને કેણે લૂંટે છે? તું કેણ છે? તારે શું દુઃખ છે?” વિષે જવાબ આપે, “હું અભદ્ર નામના ગામડાને અગ્નિહોત્રી બ્રાહ્મણ છું. પુત્રને તેની માતાને સેંપી હું વધુ અભ્યાસ કરવા બીજે ગામ ગયો. ત્યાંથી પાછા ફરતાં ઘરમાં પેઠે ત્યારે પત્ની સકે ડૂસકે રેતી હતી અને એક બાજુ સર્પ દંશથી મૃત્યુ પામેલા પુત્રનું મૃતક પડયું હતું. મેં અને મારી પત્નીએ રોકકળ કરી મૂકી. મધ્યરાત્રિએ કુલદેવી પ્રગટ થઈ અને કહેવા લાગી, “તું મૂંઝાઈશ નહિ. જેને ઘેર મૃત્યુ ન થયું હોય તેના ઘેરથી મંગલિક અગ્નિ લાવ એટલે તારા પુત્રને હું તુર્ત જીવતે કરીશ. મને આશા પ્રગટી તેથી મંગલિક અગ્નિ માટે હું ઘેર ઘેર ભટકું છું. પણ કોઈને ત્યાંથી મંગલિક અગ્નિ મળતા નથી. આપ ચકી છે, કૃપાળુ છે, તે આ પ્રજાના બાળકને જીવાડવા મંગલિક અગ્નિ મળતું નથી. તે ગમે ત્યાંથી મંગાવી આપ. “સગર ચકીએ શમ્ય છતાં વિવેકી વાણીથી કહ્યું, “હે વિપ્ર ! અમારું કુળ ઊચું છે છતાં અમારા કુટુંબમાં પણ ઋષભદેવ, ભરત વગેરે પ્રતાપી પૂર્વજો મૃત્યુ પામ્યા છે. તું ગમે ત્યાં ફરે, પણ કેઈનું કુટુંબ કે ઘર મૃત્યુ વિનાનું નહિ મળે. આ જગતમાં સર્વ જી કાળવશ છે. જે જન્મે છે તે અવશ્ય મૃત્યુ પામે છે. તમે પંડિત અને ધીર છો તે દર્ય ધારણ કરી જગત સ્થિતિને વિચાર કરો.” વિષે કહ્યું, “હું આ બધું સમજું છું. પણ મારી ધીરજ રહેતી નથી. રાજન! શાસ્ત્રવચન અને ધીરજની વાતે જ્યાં સુધી પોતાને સાક્ષાત અનુભવ નથી થયો તે ત્યાં સુધી રહે છે, પણ જ્યારે દુઃખ પોતાને માથે આવી પડે છે ત્યારે નથી રહેતી. હું સમજું છું કે જેને થોડા પુત્રી હોય તેના