________________
જ દાનમાં ગયા. કારણ કે વરસાદ ગમે તેટલે વરસે પણ પાત્ર જેટલું હોય તેટલું જ ભરાય તેમ ભગવાન ગમે તેટલું આપે પણ યાચક પોતાના ભાગ્ય જેટલું જ મેળવી શકે છે.
વાર્ષિક દાનને અને ઈન્દ્રનું આસન કંપ્યું. ઇન્દ પરિવાર સહિત પ્રભુના નિષ્ક્રમણ મહત્સવમાં આવ્યું. પરમ આભૂષણથી સુસજજ થયેલા પ્રભુ સુપ્રભા નામની શિબિકા ઉપર આરૂઢ થઈ સહસ્રામ્રવનમાં પધાર્યા. જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ કિંમતી આભૂષણ ધારણ કરવા માટે અલ્પ મૂલ્ય પાર્થિવ આભૂષણોને ત્યાગ કર્યો; અછત પ્રભુની દીક્ષા અને મહા સુદ નોમને દિવસે ચંદ્રમાં રોહિણી નક્ષત્રમાં હતા ત્યારે સપ્તપૂર્ણ વૃક્ષની નીચે, પંચમુષ્ટિ લોચ પૂર્વક, “કરેમિ સામાઈય'ની ઉદઘોષણા સાથે, એક હજાર રાજાઓની સાથે, છઠતાપૂર્વક દીક્ષા લીધી. તુર્તજ, દીક્ષાનું સહોદર હોય તેમ, પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ અને સગર વગેરેએ ભગવાનની સ્તુતિ કરી, શોકસહિત સ્થાને ગયા અને અજીત પ્રભુ, જગતને પવિત્ર કરતા, વિહાર કરવા લાગ્યા.
અજીતનાથ પ્રભુને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પવનની પેઠે અપ્રતિબદ્ધ વિહાર કરતા પ્રભુ બીજે દિવસે બ્રહ્મદત્તને ઘેર આવી ચડ્યા અને ક્ષીરાનથી હસ્તપાત્રમાં પારણું કર્યું. ભગવાને જે સ્થળે ઊભા રહી આહાર ગ્રહણ કર્યો તે પવિત્ર થાનને સાચવી રાખવા તેણે રત્નપીઠિકા બનાવી. આ સ્થાનને પૂજ્યા વગર બ્રહ્મદત્ત ભોજન પણ કરતો ન હતો.
સમદષ્ટિ પ્રભુએ પવનની પેઠે અપ્રતિબદ્ધ વિહાર આવ્યો જે જંગલમાં પશુઓની ભયંકર રાડો પડતી અને જયાં સપના