________________
અજિતકુમારને રાજ્યાભિષેક કર્યો અને સગરને યુવરાજ બનાવ્યું. રાજવી અજિતનાથે પિતા જિતશત્રુને ભવ્ય દીક્ષા મહેસવ કર્યો અને જિતશત્ર રાજાએ ઋષભદેવ પ્રભુના તીર્થમાં વર્તતા વિર મુનિરાજ પાસે દીક્ષા લીધી. દીક્ષા બાદ ઉગ્ર તપશ્ચર્યા આરંભી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને અને સિદ્ધિ ગતિ પામ્યા. રાજા અજિતનાથ
રાજા અજિતનાથે ન્યાય, નીતિ અને પ્રેમથી પ્રજાનું પાલન કરવા લાગ્યા. તેમના રાજ્યમાં વધ, બંધન, તાડન, દહન વગેરે શિક્ષાઓ કેઈપણ વખતે કરવાનો પ્રસંગ આવતે નહિ તેવી રીતે પ્રજા વર્તતી હતી. ત્યારે રાજનીતિમાં નિપુણ હોવા છતાં અજિતનાથ રાજવીને દંડ કે ભેદનીતિને ઉપગ કરવો પડયે ન હતા. પ્રજા અને રાજા વચ્ચે ખુબ જ મેળ અને વાત્સલ્ય ભાવ ઊભરાતે હતા. આમ રાજ્ય પાળતાં અજિત પ્રભુને ત્રેપન લાખ પૂર્વ થયા. ઉંમરના પરિપાક સાથે ભેગાવલિ કર્મ પણ પરિપક્વ થયું અને આપોઆપ વૈરાગ્ય ભાવના જાગ્રત થતાં તેમણે વિચાર્યું, “આ રાજ્યની સુંદર વ્યવસ્થા, ભાઈઓને ભ્રાતૃપ્રેમ અને રાજ્ય ઋદ્ધિગમે તેવી સગવડતા ભરી હોય તે પણ તેથી આત્માને શું ઉપકાર કરનારી છે? આત્માને ઉપકાર કરનાર વસ્તુ તો જ્ઞાન, દર્શન અને ચારિત્રને પિષક પ્રવૃત્તિ જ છે. મારે પાપ પિોષક પ્રવૃત્તિ ત્યજી આત્મ પ્રવૃત્તિ તરફ વળવું જોઈએ.” સાંવત્સરિક દાન
આમ વિચારી અજિતનાથ રાજવીએ સગરને બોલાવી તેને રાજ્યાભિષેક કર્યો. અને પછી સાંવત્સરિક દાન આરંભ્ય. ચેકે ચોક અને ચૌટે ચૌટે ખુલ્લે હાથે દાન આપ્યાં છતાં એક વર્ષમાં ભગવાનને હાથે ત્રણ અઠયાસી કરેડ અને એંશી લાખ સૈયા