________________
ઉમર થતાં રાજાએ પુત્રને ભણવા મૂક્યા વિચાર કર્યો. પણ અજીતનાથ પ્રભુ ત્રણ જ્ઞાન સહિત હોવાથી સ્વયમેવ સર્વ કળા ન્યાય, શબ્દ શાસ્ત્ર વગેરે શિખ્યા. સગરકુમારે રાજાની આજ્ઞાથી સારે દિવસે ઉપાધ્યાયની પાસે અધ્યયન કરવાનો આરંભ કર્યો. સગરકુમારની કેળવણી સમુદ્ર જેમ નદીઓના જળનું પાન કરે તેમ સગરકુમારે પણ શબ્દ શાસ્ત્રોનુ થોડા દિવસમાં પાન કર્યું. દીપક જેમ બીજા દીપકથી જયોતિને ગ્રહણ કરે, તેમ સગરકુમારે સાહિત્ય શાસ્ત્રનું જ્ઞાન ઉપાધ્યાયની પાસેથી વગર પ્રયાસે ગ્રહણ કર્યું. બુદ્ધિની પ્રતિભાના સમુદ્રરૂપ એ પ્રમાણુ શાસ્ત્રોને તેણે, પોતે મૂકી રાખેલા નિધિની જેમ, અવિલંબે ગ્રહણ ક્ય. અર્થશાસ્ત્ર રૂપ મેટા સમુદ્રનું તેણે સારી રીતે અવગાહન કર્યું. ઔષધિ, રસ, વીર્ય અને તેના વિપાક સંબંધી અષ્ટાંગ આયુર્વેદનું, તેણે કષ્ટ વિના અધ્યયન કર્યું. ચાર પ્રકારે વાગવાવાળું, ચાર પ્રકારની વૃત્તિવાળું, ચાર પ્રકારના અભિનયવાળું અને ત્રણ પ્રકારના તૂર્યજ્ઞાનના નિદાનરૂપ વાદ્યશાસ્ત્ર પણ તેણે ગ્રહણ કર્યું. દંતધાત, મદાવસ્થા, અંગલક્ષણ અને ચિકિત્સાએ પૂર્ણ એવું ગજ લક્ષણ જ્ઞાન પણ તેણે ઉપદેશ વિના જાણી લીધું. વાહન વિધિ અને ચિકિત્સા સહિત અશ્વ લક્ષણ શાસ્ત્ર તેણે અનુભવથી અને પાઠથી હૃદયંગમ કરી લીધું. ધનુર્વેદ તથા બીજા શાસ્ત્રોનું લક્ષણ પણ શ્રવણ માત્રથી જ લીલા વડે પોતાના નામની પેઠે તેણે હૃદયમાં ધારણ કરી લીધું. ધનુષ, ફલક, અસિ, છરી, પરશું, ભાલે, ગદા, કૃપાળુ, દંડ, શક્તિ, શળ, હળ, મુસળ, યષ્ટિ, ગોફણ, ત્રિશુળ, શંકુ અને બીજા શસ્ત્રોથી તે સગરકુમાર, શાસ્ત્રના અનુમાન સહિત યુદ્ધકળામાં કુશળતાને પામ્યો. પર્વણીના ચંદ્રની જેમ તે સર્વ કળાઓમાં પૂર્ણ થયો અને ભૂષણોની જેમ વિનયાદિક ગુણેથી શોભવા લાગ્યો.