________________
ઈક્વાકુ વંશમાં વિનીતા નગરીમાં જિતશત્ર રાજા થયા. સુમિત્ર વિજય નામે યુવરાજ તેમના નાનાભાઈ હતા. જિતશત્રુ રાજાને વિજયા નામે રાણી હતી. આ રાણીની કુક્ષિમાં વૈશાખ સુદ તેરસને દિવસે, વિમલવાહન રાજાને જીવ વિજ્ય વિમાનમાંથી
વી, પુત્રપણે ઉત્પન્ન થયું. ત્યારે આ પુત્ર ગર્ભવાસમાં આવ્યો ત્યારે વિજયા રાણીએ ચૌદ મહા સ્વપ્ન દીઠાં.
જિતશત્રુ રાજાના નાનાભાઈ સુમિત્ર વિજયની પત્ની વિજયન્તી અથવા યશોમતીએ પણ તેજ રાત્રે ચૌદ મહા રવપ્ન જોયાં. સવારે રાજાએ સ્વપ્ન લક્ષણ પાઠકને બોલાવ્યા. તેમણે કહ્યું. “અમારા શાસ્ત્ર મુજબ આ ચૌદ મહા સ્વપ્નો તીર્થકર અને ચક્રવતીની માતા જુએ છે. પણ એકી સાથે બે તીર્થકર કેબે ચત્તી સંભવે નહિ. આથી આહંત આગમથી અમે જાણીએ છીએ તે મુજબ બીજા અજીતનાથ તીર્થકર વિજ્યા રાષ્ટ્રના પુત્ર થશે અને બીજા ચકવર્તી સગર વૈજયન્તીના પુત્ર થશે. સવપ્ન ફળ જાણ સી આનંદ પામ્યાં. રવપ્ન લક્ષણ પાઠને પારિતોષિક આપી રાજાએ વિદાય આપી.
જેમ જેમ દિવસે પસાર થયા તેમ તેમ વિજયા રાણીની કાતિ વધવા લાગી. છીપમાં મતીની પેઠે પુત્ર વૃદ્ધિ પામવા લાગે. આઠ માસ અને પચીસ દિવસ પસાર થયા પછી મહા સુદ આઠમને દિવસે જ્યારે સર્વ ગ્રહ ઉચ્ચ સ્થાને હતા ત્યારે વિજય રાણીએ, ગજલાંછનથી અંકિત પુત્રને જન્મ આપે.
તેજ રાત્રિએ યુવરાજ સુમિત્ર વિજયની પત્ની વૈજ્યન્તીએ પણ પુત્ર રત્નને જન્મ આપ્યું. શુભ દિવસે રાજાએ પિતાના પુત્રનું નામ અછત અને ભાઈના પુત્રનું નામ સગર પાડયું.