________________
પૂર્વભવ–પહેલે ભવ-વિમલવાહન રાજા જંબુદ્વીપના ભરતક્ષેત્રની આ વીસીમાં બીજા તીર્થકર અજીતનાથ ભગવાન થયા. અજીતનાથ પ્રભુ પૂર્વજન્મમાં વત્સ નામના વિજ્યમાં, સુશીલા નામની નગરીમાં, વિમલવાહન નામે રાજા હતા. વિમલવાહન રાજા ન્યાયપ્રિય, કુશળ અને ધર્મદક્ષ હતા. ગૃહથ ધર્મમાં, રાજ્ય ધર્મમાં અને લેકોત્તર ધર્મમાં કેઈને બાધ ન આવે તે રીતે પૂરું ધ્યાન આપતા હતા. એક વખત રાજાની વિચારધારા વૈરાગ્યમાર્ગે વળી. તેને લાગ્યું કે માનવભવ, સારું કુળ, આર્યક્ષેત્ર અને સુંદર શરીર હોવા છતાં તેનાથી જો માત્ર આ ભોગ સુખમાં જ રક્ત રહીશ તે ક્યાં જઈ પટકાઈશ. માટે સાધુને પરિચય કરવો જોઈએ અને શરીર તથા આ વિભવથી મારે સુકૃત કરવું જોઈએ. આમ વિચારે છે એવામાં કેઈએ ખબર આપ્યા કે અરિદમન નામના સૂરિ મહારાજ ઉદ્યાનમાં પધાર્યા છે. સુરિની દેશના સાંભળી વિમલવાલન રાજાએ, પુત્રને ગાદી આપી દીક્ષા લીધી.
બીજો ભવ-દેવ વિમલવાહન રાજર્ષિ બાવીસ પરિસહ તેમજ ઉપસર્ગ સહન કરવા લાગ્યા. વિવિધ પ્રકારના એકાવલી, રત્નાવલી, કનકાવલી વગેરે તપો કર્યા અને સિદ્ધ, ગુરૂ, બહુ શ્રત વીર, તપસ્વી, શ્રુતજ્ઞાન વગેરે વીસપદનું આરાધન કરી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું અને અણશણ કરી વિમલવાહન રાજર્ષિ વિજય નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉન્ન થયાં.
અજીતનાથ ભગવાન શ્રી ઋષભદેવ પ્રભુના ઈક્વાકુ વંશમાં અસંખ્ય રાજાઓ સિદ્ધિ ગતિ પામ્યા અને અસંખ્ય દેવલેકમાં ગયા. ત્યારબાદ