________________
ગુંચળા પડયા રહેતાં તેવી ભયંકર અટવીમાં અને ઊંચા ઊંચા શિખરવાળા અને નજર ન પહોંચે તેવી ખાણવાળા પ્રદેશમાં, જંગલની ઊંચ, નીચાની અરવાભાવિક સ્થિતિને વિચાર કરવા પ્રભુ વિચરવા લાગ્યા. કોઈ વખત પવનના ઠડા સૂસવાટાથી પાણું પણ થીજી જાય તેવા ભાગમાં ભગવાન ખુલ્લી કાયે કાઉસગ્ગ ધ્યાને રહેતા. તો કઈ વખત જે સ્થાનથી જોતાં માણસ ચકરી ખાઈ નીચે પડે તેવા શિખર પર, પર્વત સમા પ્રભુ ધ્યાનારૂઢ બનતા. આમ વિહારમાં તેમણે અનેક તપ, અભિગ્રહ, અને નિયમો ધારણ કરી બાર વર્ષ પસાર કર્યા. ત્યારબાદ તેમને પોષ સુદ અગિયારસના દિવસે, રેહિણી નક્ષત્રમાં કેવળજ્ઞાન થયું. પ્રભુએ હતકમળની પેઠે જગતના સર્વ ભા જાણ્યા.
સમકિતને પ્રભાવ એક વખત અજીતનાથપ્રભુ કૌશાંબી નગરીના પરિસરમાં પધાર્યા. દેવોએ સમવસરણ રચ્યું. પ્રભુ સિંહાસન ઉપર બેસી દેશના આપે છે તેવામાં ત્યાં એક બ્રાહ્મણ યુગલ આવ્યું. તેમાંથી બ્રાહ્મણે ભગવાનને પૂછયું. “હે ભગવાન, આવી રીતે કેમ છે. ભગવાને કહયું “તે સમકતને મહિમા છે સભાને આમાં કાંઈ સમજ ન પડી. સભાની શંકા ટાળવા મુખ્ય ગણઘરે પૂછયું, “આ બ્રાહ્મણે શું પૂછયું ! અને આપે છે ઉત્તર આપે?” ભગવાને કહયું, શાલિગ્રામ નામે એક ગામડું છે. ત્યાં શુદ્ધ ભટ્ટ નામે બ્રાહ્મણ છે. તેને સુલક્ષણા નામે ભાર્યા છે શુદ્ધ ભટ્ટ એક વખત દુઃખી થતાં પરદેશ ગયે પાછળ રહેલ સુલક્ષણ સાધ્વીના પરિચયમાં આવી અને સમકિતવંત થઈ. કેટલાક કાળે શુદ્ધભટ્ટ ઘેર પાછો ફર્યો. તેણે સ્ત્રીને કહયું, “મારા વિના તારા દિવસો કેમ પસાર થયા ? સ્ત્રીએ જવાબ આપે, “સાધ્વીના પરિચયે મને સમક્તિ પ્રાપ્ત થયું તેથી જગતની સારાસારતા સમજી વિવેકે ઉપજ અને મેં મારા દિવસે પસાર