________________
૬.
શાસ્ત્રોને અભ્યાસ કરી સગરકુમારે નિયોગી પુરુષની જેમ પ્રભુની પાસે પિતાને નિગ નિવેદન કર્યો. ઉપાધ્યાયે નહીં ભાગેલા સંશ, સગરકુમાર અજીત સ્વામીને પૂછવા લાગ્યા. અજિતકુમાર મતિ, શ્રત અને અવધિ જ્ઞાન વડે તેના સંદેહને છેદી નાખતા હતા. મેટા તફાની હાથીને વશ કરી સગરકુમાર પ્રભુને પિતાની શક્તિ બતાવતો હતો. પર્યાણુવાળા અથવા પર્યાણ વિનાના તોફાની અને તે પાંચ ધારાથી ગતિથી) પ્રભુની આગળ વહન કરતો હતો. બાણ વડે રાધાવેધ, શબ્દ વેધ, જળની અંદર રાખેલા લક્ષ્યને વેધ અને ચક્ર તથા કૃતિકાને વેધ કરીને પિતાનું ધનુષ્ય બળ તે અજીત સ્વામીને બતાવતું હતું. હાથમાં ફલક અને ખડગ લઈ, આકાશના મધ્ય ભાગમાં ચંદ્રની જેમ ફલકના વચમાં રહેલો તે, પિતાની પાદ ગતિ પ્રભુને બતાવી, આકાશમાં ચળકતી વીજળીની રેખાના ભ્રમને આપનારાં ભાલે, શક્તિ અને શવેલાને વેગથી ભમાવતે હતે. સર્વ પ્રકારની છુરીક સબંધી વિદ્યા પણ તેણે અતિ સ્વામીને બતાવી. બીજા પણ શસ્ત્રોની કુશળતા તેણે ગુરુ ભક્તિથી અને શિક્ષા લેવાની ઈચ્છાથી અજિત સ્વામીને બતાવી. પછી સોરકુમારને કળામાં જે કાંઈ ન્યૂન હતું તે અજિતકુમારે શિખવ્યું.
અજીતકુમારનું લગ્ન
પ્રભુએ યૌવનમાં પ્રવેશ કર્યો એટલે જિતશત્રુ રાજાએ વિવાહ માટે આગ્રહ કર્યો. ભેગાવલી કર્મ બાકી હેવાથી પ્રભુ મોન રહ્યા. એટલે જિતશત્રુ રાજાએ રાજકન્યાઓ સાથે ભગવાનના લગ્ન કર્યા. સગરને પણ રાજકન્યાઓ પરણાવી. જિતશત્રુ રાજાને કેવળ જ્ઞાન
જિતશત્રુ રાજાને વૈરાગ્ય ભાવના જાગૃત થઈ એટલે તેમણે