________________
૫૭
સ્વીકારી, પહેલા તપ તપ્યા, પહેલાં દીક્ષા લીધી અને પહેલાં જ્ઞાન પામ્યા. હું ત્યાં જાઉં અને તેમને વંદન કરૂં અને મારા આત્માને કૃત કૃત્ય બનાવું.” આમ બેાલી તેમણે પગ ઉપાડયા અને પગ ઉપાડતાંજ કેવળજ્ઞાન પ્રગટયું.
ભરતનું ભાઇઓને ગેાચરી માટે આમંત્રણ
એક વખત ભગવાન ઋષભદેવ અષ્ટાપદ પવ ત ઉપર સમવસર્યાં. પર્વતના રક્ષકાએ આ સમાચાર ભરત મહારાજાને આપ્યા. ત્યારબાદ ચક્રવતી સર્વ પરિવાર સહિત અષ્ટાપદ પર્વતે ગયા અને ત્યાં પ્રભુને પ્રદક્ષિણા દઈ વાંઢી દેશના સાંભળી. દેશનાના અન્ત મહાવ્રતને પાળનાર પેાતાના ભાઇઓને જોઈ મનમાં ખેદ ધરી ભરત રાજા વિચાર કરવા લાગ્યા, “ અગ્નિની પેઠે હુંમેશાં અતૃપ્ત એવા મેં આ ભાઇઓના રાજ્યાને ગ્રહણ કરી ધણું ખેતું કર્યું છે. માટે મારે તેમને તેમનાં રાજ્ય પાછાં આપવા જોઇએ ” એમ વિચારી તે પ્રભુ પાસે ગયા અને ભાઈ આને રાજ્યો પાછા આપવાને પેાતાના નિર્ણય જાહેર કર્યાં. ભગવતે કહ્યું, ૬ ભક્રિક ભરત ! શરીર અને મનની પણ દરકાર ન કરનાર આ ઉત્તમ મુનિ પુંગવા વમન કરેલા ભાગરૂપ રાજ્યાને પ્રેમ ગ્રહણ કરે ? ” ભરતે તુરત આહાર વગેરે સામગ્રી લાવી મુનિઓને આપવા માંડી. ત્યારે પ્રભુએ કહ્યું, “ મુનિઓને તેમને માટે બનાવેલ આહાર ન ખપે.” ભરત ભગવંતને પાતાને ત્યાં તેમને માટે નહિ બનાવેલા આહાર વઢારી કૃતાર્થ કરવાની માગણી કરી. ભગવતે કહ્યું, “ ભરત મુનિઓને રાજપિંડ ન ક૯પે.” આ સાંભળી ભરત ચક્રવતી ને ણે પશ્ચાતાપ થયો.
ઇન્દ્ર અને ભરતે મુનિઓને પેાતાના ક્ષેત્રામાં વિચરવાની આપેલી છૂટ
ઇન્દ્રે ભરતનુ દુ:ખ ઓછું કરવા પ્રભુને પૂછ્યું, “ પ્રભુ ! અવમહુ કેટલા છે ! '' ભગવતે કહ્યું, “ઇન્દ્ર સંબંધિ, ચક્રવતી