________________
પછી મંત્રી વગેરે પુરુષોએ અનેક પ્રકારે સમજાવી, તેમને રાજ્યકાર્યમાં પ્રવર્તાવ્યા.
ભરત ચક્રવતી ભરત ચક્રવતીને દિગવિજય અષભદેવ પ્રભુને જયાં સુધી કેવળ જ્ઞાન થયું ન હતું ત્યાં સુધી ભરત મહારાજા માંડલિક રાજા હતા. પ્રભુને આ બાજુ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું અને આ તરફ ભરતેશ્વરની આયુધશાળામાં હાર આરાવાળું, સુર્યસમાન દેદીપ્યમાન ચક્રરત્ન ઉત્પન્ન થયું. ભરત મહારાજાએ, ચકર ન ઉત્પન્ન થયું છે એમ સાંભળ્યા છતાં, આ જગતના વૈભવની ઈચ્છાને ગણ કરી, જગતભરનું કલ્યાણ કરનાર ઋષભદેવ પ્રભુના સમવસરણમાં, પરિવાર સહિત, પ્રભુને વંદન કરી, તેમની દેશના સાંભળી, પછી આયુધશાળામાં આવી ચકરત્નની પૂજા કરી. ભરત મહારાજાએ (૧) દક્ષિણ ભરતાઈ અને (૨) ઉત્તર ભરતાર્ધ સા. (૩) દક્ષિણ સિધુનિષ્ફટ, (૪) ઉત્તર સિધુ નિષ્ફટ, (૫) ઉત્તર ગંગા નિષ્ફટ અને (૬) દક્ષિણ ગંગા નિષ્ફટ નામના ચાર ક્ષેત્રો સુષેણ સેનાપતિને મોકલી સધાવ્યાં. આમ છ ખંડ સાધી સંપૂર્ણ ભરત ક્ષેત્ર સાધ્યું.
સુંદરીની દીક્ષા છ ખંડ સાધી, ચક્રવતી પણાના અભિષેક બાદ, ભરત ચક્રી પિતાના વજનને મળ્યા. તેમાં બાહુબલિની સાથે જન્મેલી સુંદરી, કે જે ઘણું તપ કરવાથી કૃશ અને દુર્બળ બની હતી, અને જેનું રૂપ તથા લાવણ્ય બેડોળ બન્યું હતું તેને નિહાળી શકી ગૃહના અધિકારીઓને કહેવા લાગ્યા, “શું મારા મહેલમાં રાક ઔષધની ખામી હતી કે જેથી સુંદરી આવી દશાને પ્રાપ્ત થઈ છે?” નિયગીએ નમ્રપણે ચકીને કહ્યું, “મહારાજ ! દેવો જેને સાધ્ય છે તેવા આપને ત્યાં શાની ખામી હોય; પણ આપ દિમ્ વિજ્ય માટે નીકળ્યા ત્યારથી સુંદરી આયં બિલ તપ કરે છે.