________________
-
૫૮
સંબંધી, રાજા સંબંધી, ગૃહસ્થ સંબંધી અને સાધુ સંબંધી આમ પાંચ પ્રકારે અવગ્રહ છે. ઈન્દ્રની ગેરહાજરીમાં ચકિની અનુજ્ઞાથી, ચીની ગેરહાજરીમાં રાજાની અનુજ્ઞાથી સાધુઓ વિચરી શકે” પછી ઇન્ક ઊભા થઈ કહ્યું, “મારા અવગ્રહમાં જે મુનિઓ વિચરે છે તેમને મારા ક્ષેત્રમાં વિચરવાની મેં રજા આપી છે. ત્યારબાદ ભરત ચક્રવતીએ કહ્યું, “મારા ક્ષેત્રમાં વિચરવાની હું પણ મુનિઓને રજા આપુ છું”.
માહન બ્રાહ્મણેની ઉત્પત્તિ - ભરતને લાગ્યું કે રાજપિડ હોવાથી મારે ત્યાં મુનિઓ વહેારા શકે નહિ તેથી તેણે શ્રાવકોને બોલાવી કહ્યું, “તમે મારે રસોડે હંમેશા ભજન કો આરંભ સમારંભને ત્યાગ કરી સ્વાધ્યાય કરજો અને મને જાગૃત રાખવા, “તમે જીતાયેલા છે. ભય વૃદ્ધિ પામે છે. માટે કંઈ જીવને કે તમારા આત્મગુણને નહણે અને સાવધ રહો (નિતા માન મર્થ મૂરિ. તતા માન, માદર ) આટલા શબ્દો કહેજો. આ શ્રાવકે હંમેશાં આ પ્રમાણે શબ્દો કહે છે અને આ શબ્દો સાંભળતાં ભારતના હૃદયમાં ક્ષણવાર “હું કષાયથી જીતાયે છે. મરણ અને સંસારને ભય માથે છે વગેરે વગેરે વિચાર આવે છે અને ભય પામે છે. માહન માહન કહેનારા આ શ્રાવકો જતે દિવસે માહન એ નામથી પ્રસિદ્ધ થયા અને તેમાંથી બ્રાહ્મણે થયા.
પુંડરીક વગેરે મુનિઓને શત્રુંજય ઉપર
કેવળજ્ઞાન અને મેક્ષ પ્રાપ્તિ એક દિવસ ભગવાન પુંડરીક વગેરે ગણધરો સાથે શત્રુંજય પર્વત ઉપર પધાર્યા. ત્યાં દેવોએ સમવસરણ રચ્યું. પ્રભુએ ઉપદેશ આપે. પ્રથમ પિરસી પુરી થઈ એટલે પ્રભુ દેવછંદમાં જઈ બેઠા એટલે પુંડરીક ગણધરે પાદપીઠ ઉપર બેસી બીજી પારસી પૂરી (૧) અવગ્રહ. એટલે રહેવા તથા વિચરવાના સ્થાન માટે આજ્ઞા લેવી તે