________________
પ૬
એટલે દેવતાઓએ “સાધુ, સાધુ' કહી પુષ્પવૃષ્ટિ કરી અને આકાશવાણુમાં બોલ્યા કે “બળથી મોટાભાઈને જીતી બાહુબલિએ બને ભાઈઓ વચ્ચે ભેદ કરનાર મેહને પણ ખરેખર જ છે”
બાહુબલિનું તપ અને કેવળ જ્ઞાન બાહુબલિએ રણાંગણ ભૂમિને કાઉસગ્ગ ધ્યાનની ભૂમિ બનાવી અને કેવળી થયા. પણ પ્રભુની પાસે ન ગયા. કારણ કે તે નાના ભાઈઓને વંદન કરવા માગતા ન હતા અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ માટે ત્યાં કાઉસગ ધ્યાને રહ્યા. એક ચિતે નિશ્ચળ મેરૂસમાન રહી ઊંડું આત્મ રમણ કરતાં બાહુબલિએ દિવસે ઉપર દિવસે પસાર કર્યા. શિયાળો ઉનાળો પસાર થઈ ચોમાસું બેઠું. તેમના શરીરને લાડાનું થડ માની આસપાસ લત્તાઓ વીંટાઈ પક્ષીઓએ તેમાં માળા ક્ય, પણ દેહધારી બાહુબલિ અચેતન હુંઠાની પેઠે રિથર રહ્યા. ઉગ્રતપ, ત્યાગ અને ધ્યાનથી તેમણે કર્મોને ક્ષીણ ર્યા છતાં “કેવળજ્ઞાન પ્રગટ થયા પછી હું પિતા પાસે જાઉં જેથી મારે નાના ભાઈઓને વંદન કરવું ન પડે તે ભાવના રહી ત્યાં સુધી કેવળજ્ઞાન ન પ્રગટયું.
એક વખત પ્રભુના કહેવાથી બ્રાહ્મી અને સુંદરી જ્યાં બાહુબલિ હતા ત્યાં આવી કહેવા લાગી, પ્રભુ કહે છે, “વીરા રે ગજ થકી ઉતર, ગજ થકી કેવળ ન હેય” પછી બાહુબલિના ઉતપને અનુમોદન આપી બ્રાહ્મી અને સુંદરી સ્વરથાને ગઈ. બાહુબલિના મનમાં વિચાર આવ્યો કે, “ અરણ્યમાં છું. અહીં કેઈ હાથી નથી. પ્રભુના વચનમાં પણ ફેરફાર ન હોય. ક્ષણમાં તેને સમજાયું કે પ્રભુ મારા ઉપકારી છે. મને જણાવે છે કે નાના ભાઈઓને ન વાંદવા રૂ૫ અભિમાન હાથીથી હેઠે ઉતર. હું ભૂલ્ય; મોટે હું કે તે ભાઈઓ. તેમણે પહેલાં રાજ્યગડદ્ધિ છેડી. પહેલાં પિતાની સેવા