________________
રહિત બનાવેલે શાલિને બલિ ઉછાળવામાં આવ્યા. બલિના અર્ધ ભાગને દેવતાઓએ અંતરિક્ષમાં જ ગ્રહણ કર્યો. નીચે પડે તેમાંથી અર્ધ ભાગ ભરત રાજાએ લીધે અને બાકીને લોકેએ વહેંચી લીધે. પછી પ્રભુ સિંહાસન પરથી ઊઠી ઉત્તર દ્વારના માર્ગથી બહાર નીકળ્યા અને દેવ છંદમાં વિશ્રામ લેવા બેઠા. તે સમયે મુખ્ય ગણધર કષભસેને, ભગવાનના પાદ પીઠ ઉપર બેસી, ધર્મદેશના આપી. ગણધરે દેશના સમાપ્ત કરી એટલે સર્વે પ્રભુને પ્રણામ કરી સ્વસ્થાને ગયા.
આ પ્રમાણે તીર્થ ઉત્પન્ન થતાં, ગેમુખ નામે યક્ષ અને ચકેશ્વરી નામે શાસનદેવી ઉત્પન્ન થઈ. પછી પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. અને સંસારી જીને ઉપકાર કરતા તે પ્રભુ વાયુની પેઠે પૃથ્વી ઉપર અપ્રતિબદ્ધપણે વિહાર કરવા લાગ્યા
પ્રભુના અઠ્ઠાણું પુત્રોની દીક્ષા
ભરત ચક્રવતીએ સંપૂર્ણ ભરતક્ષેત્ર સાધ્યા બાદ પિતાના ભાઈઓને પિતાની આજ્ઞા પાળવા કહેવડાવ્યું ત્યારે તે ભગવંતને પૂછવા ગયા. પ્રભુ પાસે જઈ તેમણે કહ્યું, “હે પ્રભુ! આપ સૌને દેશના ભાગ પાડી આપ્યા છે. ભારતને સૌ કરતાં મોટું રાજય આપ્યું છે. છતાં તે લેભી આવી અમારા ઉપર તેની આજ્ઞા પાળવાનું કહેણ મોકલે છે; અમે શું કરીએ ?” પ્રભુએ તેમને કહ્યું, “જીવન ચંચળ છે, લક્ષમી કેઈ સ્થળે સ્થિર રહેનારી નથી. અને આ રાજય પણ એક પછી એક ને આધીન થનારું છે. સમજુ પુરુષોએ તે આત્મા રમણમાં ચિત્ત પરેવી વિશ્રેય સાધવું જોઈએ પ્રભને આ ઉપદેશ સાંભળી વૈરાગ્ય વાસિત બનેલા અઠ્ઠાણું પુત્રોએ પ્રભુ પાસે દીક્ષા લીધી.