________________
૨૧
ત્યારે અચૂત ઇન્દ્રે પ્રભુને વિલેપન કર્યું. ત્યાર પછી બીજા બાસઠ ઇન્દ્રોએ પણ તેવી જ રીતે પ્રભુની પૂજા કરી.
જ
પછી સૌધર્મેન્દ્રની પેઠે ઈશાન ઇન્દ્રે પેાતાના પાંચ રૂપ કર્યાં, તેમાનાં એક રૂપે પ્રભુને ખેાળામાં ગ્રહણ કર્યાં. એકરૂપથી છત્ર ધારણ કર્યું. બે રૂપે, બે બાજુએ પ્રભુને ચામર વિંઝવા લાગ્યા. અને એક રૂપે હાથમાં ત્રિશુળ રાખી પ્રભુની આગળ ઊભા રહ્યો.
પછી સૌધર્મેન્દ્ર પ્રભુની ચારે દિશાએ ચાર ઊંચા વૃષભ બનાવ્યા. તેમના શુંગમાંથી જળની ધારાઓ ચાલવા લાગી. તે જળની ધારા ઊંચે જઈ, ભેગી થઇ, પ્રભુ ઉપર પડવા લાગી. તે વડે શક્રેન્દ્રે ભગવાનને અભિષેક કર્યાં પછી ઇન્દ્રે વૃષભાને સહરી લીધા. પ્રભુના શરીરને દેવદુષ્પ વડે લુછ્યુ, ઉત્તમ અંગરાગથી વિલેપન કર્યું, અને દિવ્ય વસ્ત્રોથી પુજા કરી, પ્રભુના મસ્તક ઉપર વા માણેકના સુંદર મુગટ, કાનને વિષે કુંડળા, કંઠને વિષે દિવ્ય માતીની માળા, હાથે બાજુબંધ, કાંડે કઠણ, કમ્મરે સાનાના દારા, ચરણે તાડા વગેરે આભ્રુણાથી પ્રભુને અલકૃત કર્યાં. પછી પારિજાતના ફૂલેાની માળા પહેરાવી, પછી પ્રભુની સન્મુખ ઊભા રહી, જરા પાછા ખસી, ત્રણ વાર આરતી ઉતારી શક્ર તપ વડે પ્રભુને વંદન કર્યું.
પછી સૌધર્મેન્દ્ર, પાંચ રૂપ કરી, આકાશ માર્ગે ચાલી, મરૂદેવી માતાના મ ંદિરે આવ્યા. પ્રથમ મૂકેલ તીર્થંકરનુ પ્રતિબિંબ લઈને તે સ્થાન માતાની પાસે પ્રભુને મુક્યા અને મરૂદેવી માતાની અવસ્થાપિની નિદ્રા દૂર કરી. પછી દિવ્ય અને રેશમી વજ્ર યુગલ અને રત્નમય કુંડળ પ્રભુના આશી મૂક્યાં અને એક રત્નજડિત સાનાના ગેડીદડા ત્યાં મૂકો. પછી ઇન્દ્રે કુબેરને આજ્ઞા કરી કે બત્રીસ કાટિ સુવર્ણ, બત્રીસ નંદાસન, ભદ્રાસન તથા બીજા અતિ મનેાહર વજ્ર વગેરે સંસારિક સુખને આપનારી વસ્તુઓ