________________
દ્વારમાં, બને તરફ, સુવર્ણના જેવા વર્ણવાળા, બેવૈમાનિક દેવ દ્વારપાળ થઈને રહ્યા હતા. દક્ષિણ દ્વારમાં બંને બાજુએ પ્રતિબિંબ હોય તેવા ઉજજળ વ્યંતર દેવતા દ્વારપાળ થયા હતા. પશ્ચિમ દ્વારમાં સાયકાળે જેમ સૂર્ય અને ચંદ્ર સામસામા આવીને રહે તેમ, રક્તવર્ણ જયંતિષ્ક દેવતા દ્વારપાળ થયા હતા. અને ઉત્તરદ્વારે કૃષ્ણ વર્ણવાળા ભુવનપતિ દેવતાઓ દ્વારપાળ થઈને ઊભા રહ્યા હતા. બીજા ગઢના ચારે દ્વારે બન્ને દેવીઓ પ્રતિહાર થઈ ઊભી રહી હતી. છેલ્લા બહારના ચાર દ્વારે ચાર દેવતાઓ દ્વારપાળ થયા હતા. સમવસરણની મધ્યમાં વ્યંતરે એ ત્રણકેશ ઊંચું એક ચૈત્ય વૃક્ષ રચ્યું હતું. તે જાણે જ્ઞાન, દર્શન, ચારિત્રના ઉદયને જાહેર કરતું હોય એવું જણાતું હતું. વૃક્ષની નીચે વિવિઘ રત્નની એક પીઠ રચી હતી. અને તે પીઠ ઉપર અપ્રતિમ મણિમય એક છંદક ર હતા. છંદના મધ્યમાં, પૂર્વ દિશા તરફ પાદ પીઠ સહિત સિંહાસન રચ્યું હતું અને તેની ઉપર, ત્રણ જગતના સ્વામી પણના ત્રણ ચિન્હ હોય તેવાં ત્રણ છત્રો રચ્યાં હતાં. સિંહાસનની બે બાજુએ બે યક્ષે ઉજવળ ચામરો લઈ ઊભા રહ્યા હતાં સમ વસરણના ચારે દ્વારની ઉપર અદ્ભુત ક્રાંતિના સમૂહવાળું એકએક ધર્મચક્ર સુવર્ણના કમળમાં રાખ્યું હતું.
સમવસરણમાં પ્રવેશ હવે પ્રાતઃકાળે ચાર પ્રકારના અસંખ્ય દેવતાઓથી વીંટાયેલા પ્રભુ સમવસરણમાં પ્રવેશ કરવા ચાલ્યા. તે વખતે દેએ સહસ્ત્રપત્ર વાળા સુવર્ણના નવ કમળો રચ્યાં. બે કમળ ઉપર પ્રભુ પગ મૂતા હતા. અને બાકીના કમળો દેવતાઈ પ્રભાવથી આગળ આવતાં હતાં. આ રીતે કમળ ઉપર પાન્યાસ કરતા પ્રભુએ પૂર્વ દ્વારથી પ્રવેશ કરી ચત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી અને પછી “નમો તિત્યસ”